એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડે, રિયલ લાઇફ માં કરોડો રૂપિયાના માલિક છે, જુવો તેની લાઇફસ્ટાઇલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ઘણા સમય થી આખા ભારત ને હસાવિ રહ્યા છે. આ શો છેલ્લા 12 થી 13 વર્ષ થી બાળકો, યુવાનો અને વૃદ્ધો ને હસાવિ રહ્યા છે અને આજે પણ એટલોજ લોકપ્રિય છે. આ શો માં દરેક ધર્મ, જતી અને ભાષા ના અભિનેત્રો છે. આ માનું એક પાત્ર એટલે શિક્ષક ભીડે.

તમને જણાવી દઈએ કે ભીડે ને લોકો ગુરુ મોબ પણ કહે છે. તેમનું અસલ નામે છે મંદાર ચાંદવાલકર. તો ચાલો જાણીએ તેના વાસ્તવિક જીવન ની રસપ્રદ વાતો.

કઈ રીતે મળ્યું આત્મારામ ભીડે નું પાત્ર?

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો માં ભીડે ની વાઈફ નું પાત્ર ભજવનાર માધવી ભાભીએ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે જ્યારે ઓડિશન માટે ભીડે આવે છે ત્યારે આ શો ના નિર્માતા આસિત મોદી એ કીધું કે તેની ખોજ પૂરી થય ગઈ. તેને પાત્ર મળી ગયું.

આ પાત્ર બીજું કોઈ નહીં ગોકુળધામ સોસાયટી ના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે નું છે. જ્યારથી આ પાત્ર મંદારે ભજવ્યું છે ત્યારથી તે ખૂબ જ લોક પ્રિય છે. એટલુંજ નહીં લોકો અને સગાંસંબધી ઑ તેને ભીડે કહી ને જ સંબોધે છે.

મંદારે સિરિયલ, ફિલ્મ અને મરાઠી ફિલ્મો માં કામ કર્યું છે. તેમણે તેમના કામ ની શરૂઆત એડ ફિલ્મ થી કરી હતી. તેમનું કહવું છે કે ફિલ્મી લાઇન માં કામ કરવું ખૂબજ અઘરું છે. તેમણે તેમના જીવન માં એડ ફિલ્મ માટે ટોટલ 1319 ઓડિશન આપ્યા છે. મંદાર શરૂઆતી જીવન માં દુબઈ કામ કર્યું હતું. ત્યાર પછી તે 2000 ની સાલ માં તે દુબઈ થી મુંબઈ આવ્યા. ત્યાર થી શરૂઆત થી એક્ટિંગ ના કરિયર ની. શરૂઆતી દોર માં તેમણે ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું. તેમણે તેની પહેલી એડ ફિલ્મ છેક 2007 માં મળી હતી. અત્યાર સુધી માં તેને ટોટલ 25 એડ ફિલ્મ માં કામ કર્યું છે.

એક ન્યૂઝ અનુસાર મંદાર પાસે ટોટલ 20 કરોડ ની સંપત્તિ છે. આત્મારામ ભીડેજી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના એક એપિસોડ માટે 45000 રૂપિયા વસૂલે છે. તેમની પાસે ઘણી વૈભવી કાર પણ છે. મંદાર ને જિમ નો પણ ઘણો શોખ છે. તેમનું કહવું છે કે તે દરરોજ કસરત કરે છે. તેમની પત્ની નામ સ્નેહલ છે. તેમણે એક બાળક પણ છે.

મંદાર મેકેનિકલ એંજીનિયર છે. તેમણે દુબઈ માં ત્રણ વર્ષ કામ કર્યું છે. ત્યાર પછી તેમનો અભિનય નો શોખ તેમણે મુંબઈ ખેચી લાવ્યું. તેમણે પ્રખ્યાત શો C.I.D માં પણ હાજર રહ્યા હતા.

આવીજ રસપ્રદ પોસ્ટ માટે અત્યારેજ અમારા પેજ ને લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment