દેવાયત પંડીતે કરેલી ભવિષ્યવાણી આજે સાચી પડી, કોરોના-વાવાઝોડું અને આવું તો ઘણું બધુ કીધું છે

મિત્રો, સહુ કોઈ જાણે છે કે અત્યારે આખું વિશ્વ મહામારી અને બીજા કેટલાય સંકતો થી ઘેરાયેલું છે. આ આવનાર સંકટ અને મહામારી વિશે ગુજરાત ના એક સંતે વર્ષો પહેલા જ ભવિષ્યવાણી કહી દીધી હતી. ગજબ ની વાત તો એ છે કે આ ભવિષ્યવાણી ના એકે એક શબ્દ સાચા પડ્યા છે મિત્રો. આ પંડિત બીજું કોઈ નહીં પરંતુ દેવાયત પંડિત હતા. તો ચાલો જાણીએ તેમણે ભવિષ્યવાણી માં શું કહ્યું હતું.

દેવાયત પંડીતે ભવિષ્યવાણી ને દોહા ના રૂપ થી રજૂ કરી છે.

‼️પોરો આવશે રે સંતો પાપનો‚ધરતી માગશે રે ભોગ‼️
‼️કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ‼️
‼️લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે‼️
‼️એવા દેવાયત પંડિત દાડા દાખવે‼️

 

મિત્રો દેવાયત પંડિત ભણેલા ગણેલા પંડિત હતા નહીં પરંતુ તેમનું આધ્યાત્મિક જ્ઞાન ખૂબજ ઊંડું હતું. આ જ્ઞાન ના લીધે જ લોકો એ તેમણે પંડિત નું બિરુદ આપ્યું હતું. મિત્રો ભારત માં તે સમયે વિશ્વ પરિસદ યોજાઇ હતી. આ વિશ્વ પરિસદ હાલ ના કાશી શહેર માં યોજવા માં આવી હતી. અહિયાં સંત બાવાજી ઊગમશી ના આદેશ થી દેવાયત પંડીતે ખૂબ અદભુત આધ્યાત્મિક પ્રવચન આપેલું જેથી આખી ધર્મસભા પ્રભાવિત થઈ હતી. અહિયાં આવેલા દેશ વિદેશી પંડિતો એ દેવેતજી નું સન્માન પણ કર્યું હતું. અહિયાં પંડીતે એક ભવિષ્યવાણી પણ ભાખી હતી જે હાલ ના સમય માં પણ સાચી પડે છે.

દેવાયત પંડિત એક ત્રિકાલ જ્ઞાની સંત હતા તેમણે જે કઈ પણ ભવિષ્યવાણી કહી હતી તે એકદમ સચોટ અને સાચી હતી. ચાલો જાણીએ શું હતું ભવિષ્યવાણી..
આજના હાલના સમયમાં એક ભયંકર જીવલેણ રોગ પ્રસરી રહ્યો છે જે રોગ ચેપી રોગ છે જે રોગના લક્ષણો સામાન્ય છે. છતાંય આખી આધુનિક દુનયાના સારા સારા વૈજ્ઞાનિકો તથા સંશોધકો આ કોરોના નામની બીમારીથી બચવાનો કોઈ ઉપાય કાઢી શકતા નથી. અને જ્યાંથી આ રોગ ફાટી નીકળ્યો ત્યાં હજારોની સંખ્યામાં લોકો મોતના મોઢામાં જતા રહ્યા. લાખોલોકો આ રોગથી અસરગ્રસ્ત થયાચે અને હજુ લોકો આ રોગના શિકાર બની રહ્યા છે. હાલની તારીખમાં આ કોરોના નામ સાંભળીને યમરાજ સામો દેખાય છે.પણ અહીંયા આ વિષય કાઢવાનો એકજ મતલબ છે કે આજથી ઘણી સદીઓ પહેલા દેવાયત પંડિત નામના મહાન સંત જેમને ભવિષ્યવાણી કરી હતી તે આજે સાચી પડતી લાગે છે અને સંત ના શબ્દો સાચા પડે છે. એમના આખા ભજનમાંથી મેં એમની રચનાના અમુક શબ્દો લીધા છે.

આ શબ્દો દેવાયત પંડિત સદીઓ પહેલા કહી ગયા,,અને આજે એ શબ્દો સાચા પડે છે. આ રોગ ચીન દેશમાં ઉત્પન્ન થયો અહીંયા નિર્દોષ પશુ પક્ષી મૂંગા જાનવર તથા ઘણા એવા નિંદનીય કાર્યો અહિયાના લોકો કરતા સૌથી પહેલા તો કોઈપણ જીવ હત્યા કરવી વગર કારણ સર એ મોટું પાપ છે આવા અનેક જીવોને વગર વાંક ફક્ત આસુરી વૃતિરાખી ખાવામાં ઉપયોગ કરતા તો આવા પાપનો પોરો આવ્યો એમ કહીએ તો કોઈ વાંધો નથી. ધરતી માંગશે રે ભોગ,,,સાચી વાત છે ધરતી ની પ્રકૃતિના ચક્રમા દરેક જીવોનો સાથ છે જેમકે એક સાધારણ માં સાધારણ અળસ્યું પોતાના જીવન કાળમાં જમીનને ફળદ્રુપ બનાવે છે અને ધરતીને હરિયાળી કરે છે અને આ ચક્રમાં બાધા આવે પછી તેનું પરિણામ કંઈક બીજૂજ આવે જેની મનુષ્યને કલ્પના પણ હોતી નથી માટે સંતુલિત થવા અનેક જીવોને ભોગ થાય છે.

‼️કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ‼️
કેટલાક ખડકે સહારશે…આજે આપણે જોઈએ છે આખી દુનિયામાં માનવ માનવનો સહારક બનીને મારે છે. isis આતંકવાદી સંગઠને કેટલા નિર્દોષ લોકોને મારી નાખ્યા. આવું આખી પૃથ્વી ઉપર ચાલી રહ્યું છે અને અત્યારે સહુ લોકો જાણેજ છે અને આજે કોરોના નામના રોગે લોકોને પોતાનો પ્રકોપ બતાવી દીધો છે અને લોકો રોજ મરે છે. આવા લખ્યા ભાખ્યાં આવી ગયા છે અને આપણે આપણી નજરે જોઈએ છે અને ભયભીત પણ છીએ તો આ શબ્દો દેવાયતપંડિત એમની ભવિષ્યવાણી મા કહી ગયા હતા તો આવા મહાન સંતો જે કહી ગયા તે આજે આપણે અનુભવ્યયે છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment