ચટાકેદાર ખમણ બનાવવાની રીત, હવે ઘરે જ બનાવો બહાર જેવા ખમણ

હેલ્લો મિત્રો, ખમણનું નામ લેતા જ મો માં પાણી આવી જાય. ખમણ એ સુરતીઓની પ્રિય વાનગી છે. અત્યારે આ કોરોના કાળમાં આપણે બહાર ખાવા જવાનું જોખમભર્યું છે એ તો તમે જાણતા જ હશો. તો ચાલો આપણે ઘરે જ બહાર જેવા ખમણ બનાવીએ. આ ખમણ તમને એકદમ બહાર જેવાજ ટેસ્ટમાં લાગશે. હું ઘરે આ જ રીતે ખમણ બનવું છુ. તમે પણ બાનવજો તમારા ઘરના સદસ્યોને પણ જરૂરથી ભાવશે. તો ચાલો હવે ખમણ કેવી રીતે બનાવવા તેની રીત જોઈ લઈએ.

સુરતી ખમણ બનવાવની રીત:-

સામગ્રી :-
 1. 700 ગ્રામ ચણા દાળ
 2. 1 ચમચી હળદર
 3. 1 ચપટી હિંગ
 4. 7 થી 8 લીલી મરચી (વાટેલી)
 5. 2 ચમચી આદુની પેસ્ટ
 6. 2 ખમણના સોડા
 7. સ્વાદ અનુસાર મીઠું

વઘાર માટે :-

 1. 3 ચમચી શીંગતેલ
 2. 2 ચમચી રાઈ
 3. 1 લીલું મરચું જીણું સમારેલું
 4. 5 થી 6 મીઠા લીમડાના પાન

ગર્નિશિંગ માટે:-

2 ચમચી જીણી સમરેલ કોથમીર

રીત:-

સૌપ્રથમ આપણે ચણાની દાળને એક વાસણમાં લઈને સારી રીતે ધોઈશું. ત્યારબાદ ચણા દાળ ને એક વાસણમાં 3 થી 4 કલાક માટે પલળવા મૂકીશું. દાળ બરાબર પલળી જાય એટલે તેને મિક્સરમાં સરસ રીતે પીસી લઈશું. હવે તેમાં આપણે હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને 7 થી 8 કલાક માટે આપણે આથા માટે ખીરાને મૂકી દઈશું. 7 થી 8 કલાક પછી ખીરું જોઈશું તો તેમાં સરસ રીતે આથો આવી ગયેલો હશે. હવે ત્યારબાદ તેને સરસ રીતે હળવીશું અને તેમાં હિંગ, આદુની પેસ્ટ, લીલી મરચી (વાટેલી) અને ખમણના સોડા ઉમેરીશું. આ બધી જ વસ્તુ ઉમેરીને બરાબર રીતે હલાવી લઈશું. હવે એક ડિશમાં તેલ લગાવીને તેમાં આ ખીરું ઢાળી દઈશું. હવે મીડિયમ આંચ પર 15 થી 20 મિનિટ ખમણને બાફવા માટે મૂકીશું. હવે ખમણ બફાઈ જાય એટલે તેને આપણે ચોરસ ટુકડામાં કાપી લઈશું. ખમણનો વઘાર કરવા માટે એક પેન માં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ અને મીઠો લીમડો તથા જીણું સમારેલ લીલું મરચું નાખીશું. ત્યારબાદ તેમાં ખમણ ઉમેરીશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેને સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું અને તેના પર કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. હવે આપણા સુરતી ખમણ ખાવા માટે તૈયાર છે.

આવીજ રસપ્રદ માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ભૂલતા નહીં.

1 thought on “ચટાકેદાર ખમણ બનાવવાની રીત, હવે ઘરે જ બનાવો બહાર જેવા ખમણ”

Leave a Comment