હવે ઘરે જ બનાવો ચટાકેદાર સુરતી લોચો

હેલ્લો મિત્રો, કેમ છો મજામાં ને આપણે બધા જાણીએ જ છીએ કે સુરતી લોકો ચટાકેદાર ખાવાના ખૂબ શોખીન હોય છે. તો આજે આપણે સુરતી લોકોની એવી જ એક ચટાકેદાર વાનગી વિશે વાત કરીશું. તો અહિયાં મિત્રો આપણે સુરતી લોચા વિશે વાત કરીશું.

સુરતી લોચો એ એક એવીવાનગી છે કે જેનું નામ લેતાજ મોં માં પાણી આવી જાય છે. તમને ખબર જ હશે કે સુરતનું જમવાનું ખૂબ જ વખણાય છે. સુરતનું જમણ એકદમ ચટાકેદાર અને ટેસ્ટી હોય છે.

તો મિત્રો હાલ આ કોરોનાની મહામારીને લઈને આપણે બહાર ખાવા જવાનું ટાળીએ છીએ. તો આજે આપણે ઘરેજ બહાર જેવો સુરતી લોચો બનાવવાની રીત જોઈશું. તો મિત્રો જલદી થી તમાર રસોડામાં પહોંચી જાવ અને સુરતી લોચો બનાવાવ માટેની તૈયારી ચાલુ કરી દો.

સુરતી લોચો બનાવવાની રીત:-

સામગ્રી:-

 1. 300 ગ્રામ ચણાની દાળ
 2. 2 ચમચી ચણાનો લોટ
 3. 1/2 કપ દહી
 4. 1/4 ચમચી હળદર
 5. 1 મોટી ચમચી આદું – મરચાની પેસ્ટ
 6. સ્વાદ અનુસાર મીઠું
 7. એક પિંચ હિંગ
 8. 1 ચપટી બેકિંગ સોડા
 9. 1 કપ શીંગતેલ
 10. જીણી સમારેલી ડુંગળી
 11. 1 કપ સેવ
 12. 2 ચમચી કોથમિર સમારેલી

મસાલા માટે

 1. 1 ચમચી લાલ મરચું
 2. 1/2 ચમચી સંચળ પાવડર
 3. 1/2 ચમચી ધાણા જીરું પાવડર

રીત :-

સૌપ્રથમ આપણે ચણાની દાળને બરાબર ધોઈ લઈશું. અને ત્યારબાદ ચણાની દળને 5 થી 6 કલાક પલાળવા માટે મૂકી દઇશું. દાળ બરાબર પલાળી જાય એટલે આપણે આ દાળને મિક્સર માં વાટી લઈશું. ત્યારબાદ તેમાં આપણે ચણાનો લોટ અને દહી પણ આ સ્ટેજ પર ઉમેરીને દઇશું. હવે આ મિશ્રણ ને બરાબર હલાવી લઈશું. હવે આ આપણે આતા માટે આ મી9શરણં ને 6 થી 7 કલાક માટે ઢાંકીને મૂકી દઇશું.

6 થી 7 કલાક પછી આપણે જોઈશું તો બરાબર આથો આવી ગયો હશે. હવે આપણે તેમાં હળદર, હિંગ, આદું-મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અને બરાબર હળવી લઈશું. હવે તેમાં 1 ચમચી શીંગતેલ અને બેકિંગ સોડા ઉમેરી દઈશું. અને બરાબર રીતે ફેંટી લઈશું.

આપણે સ્ટીમર ને ગરમ થવા મૂકી દઈશું. હવે એક ડિશમાં આ ખીરું પાથરી ને સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દઈશુ. લોચો ચડે ત્યાં સુધીમાં આપણે લોચનો મસાલો બનાવી લઈશું. એક વાટકી લઈ તેમાં લાલા મરચું , સંચળ પાવડર અને ધાણા જીરું પાવડર બરાબર મિક્સ કરી લઈશું.

હવે લોચો ચડી જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈશું. હવે તેના પર શીંગતેલ અને લોચનો મસાલો નાખીશું. ત્યારબાદ જીણી સમારેલી ડુંગળી , કોથમીર ને સેવ થી આપણે આપની ડિશ ને ગાર્નિશ કરીશું.

તો મિત્રો લો આપનો સુરતી ટેસ્ટી લોચો તૈયાર છે. જલદી થી ગરમા ગરમ લોચનો આનંદ માણો.

મિત્રો આવીજ  અવનવી માહિતી માટે અત્યારેજ અમારા પેજ “ગુજરાતી ડાયરો” ને લાઇક અને શેર કરો.

 

 

 

 

 

 

Leave a Comment