પોપટલાલ અંગત જીવન માં ખૂબ જ રોમેન્ટિક છે, તેને ઘરવાળાની વિરુદ્ધ લગ્ન કર્યા છે, જાણો પૂરી માહિતી

હેલ્લો મિત્રો, ટેલિવિઝનનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ ને તો તમે ઓળખતા જ હશો. આ શો માં પોપટલાલ હજુ કુંવારા છે. આ ટીવી શો માં પોપટલાલ છેલ્લા ૧૨ વર્ષથી લગ્ન માટે છોકરી ગોતી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી તેમના લગ્ન નો ક્યાંય મેળ પડ્યો નથી. હા પોપટલાલ આ શો માં એક પત્રકારનું પત્ર ભજવે છે. અને આ શો માં જ્યારે જ્યારે પોપટલાલ ના લગ્નની વાત આવે ત્યારે ત્યારે વચ્ચે કોઈ અડચણ આવી જાય છે અને લગ્ન થતાં નથી છેલ્લે પોપટલાલ ઉદાસ થઈને બેસી જાય છે. 

આ સીરિયલમાં પત્રકાર પોપટલાલ પોતાના લગ્ન ન થવાનું સમસ્યા સાથે હંમેશા જોવા મળે છે. ગોલ્ડન ગ્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર સિરિયલમાં જોવા મળતી દરેક કુંવારી છોકરી સાથે લગ્નના સપના જોતા નજર આવે છે.

તમે એ વાત જાણીને ચોંકી જશો કે પોપટલાલના વાસ્તવિક જીવનમાં લગ્ન થઈ ચૂક્યા છે. અને તેઓ ત્રણ બાળકના પિતા પણ છે. તેમનું રીયલ નામ શ્યામ પાઠક છે. અને તેમની પત્ની નું નામ રેશમી પાઠક છે અને તેમને બે દીકરા અને એક દીકરી પણ છે. તેમની દીકરીનું નામ નિયતિ મોટા છોકરાનું નામ પાર્થ અને નાના છોકરા નું નામ શિવમ છે. જોકે પોપટલાલ નું પાત્ર જેટલુ  રસપ્રદ છે તેટલી જ પોપટલાલની પ્રેમ કહાની પણ રસપ્રદ છે. પોપટલાલ લવ મેરેજ છે. તેઓ ની ની લવ સ્ટોરી કોલેજ ટાઈમ થી જ હતી તેમના કોલેજના દિવસો માં તેઓ તેમની ક્લાસમેટ રેશમી પર ફિદા હતા  રેશમી શ્યામ ની સ્કૂલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ક્લાસમેટ હતી અને તેની સાથે વર્ષ 2003 માં લગ્ન કરી લીધા હતા હાલ તેઓ બાળકોના પિતા છે. અને તેમની ઉંમર ૪૪ વર્ષ છે.

શ્યામ પાઠક ને તેમનું કરિયર CA તરીકે બનાવવાનું વિચાર્યું હતું. અને તેમણે ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટમાં એડમિશન લીધું હતું પરંતુ તેમના એક્ટિંગમાં રસને કારણે આ કોર્સ અધૂરો જ રહી ગયો. અને શ્યામ પાઠકે પછી થી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લઈ લીધું હતું અને ત્યારબાદ તેઓ આ ક્ષેત્રમાં આગળ વધ્યા તેઓ એક એક્ટર ની સાથે સાથે એક કોમેડિયન પણ છે.

શ્યામ પાઠકે ઘણા શો માં કામ કર્યું છે જેવા કે જસુબેન જેંતીલાલ જોષી કી જોઇન્ટ ફેમિલી, સુખ બાય ચાન્સ જેવા શોમાં કામ કર્યું છે.

હાલ આ સીરિયલમાં દયા બેનના ગયા પછી પોપટલાલ ના લગ્ન થશે એવું લાગી રહ્યું છે. આ સીરીયલ માં પોપટલાલ ના લગ્ન અને જેઠાલાલ તેમની સમસ્યાઓ સાથે લડતા દેખાય છે.

પોપટલાલના તો ઘણીવાર સપનામાં લગ્ન પણ થઇ ચુક્યા છે. અને પોપટલાલ સીરીયલ માં બધાને પોતાના માટે સર્વગુણ સંપન્ન છોકરી ગોતવા માટે કહેતા રહેતા હોય છે. ખાસ કરીને ગોકુલધામ સોસાયટીની તેમની બહેનોને.

આ સીરિયલમાં પોપટલાલ પોતે એકલા જ રહેશે અને જાતે જ બધું જ કામ કરે છે તેઓ એવું ઈચ્છે છે કે તેમના લગ્ન કોઈ સર્વ ગુણ સંપન્ન છોકરી સાથે થઈ જાય. અને તેઓ એક વરિષ્ઠ યુવા પત્રકાર તરીકે  તૂફાન એક્સપ્રેસ માં નોકરી પણ કરે છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment