વર્ષો બાદ આવી રહ્યો છે આવો સંયોગ, હનુમાનજયંતી એ કરો આ સરળ ઉપાય અને પૈસા ની તંગી ને દૂર કરો.

હેલો મિત્રો તમે જો પૈસાની તંગી કે આવી કોઈ પણ સમસ્યાઓથી પરેશાન હોય આ ઉપાયો જરૂરથી કરજો તમને ખબર જ હશે કે હનુમાનજી બધાનાં દુઃખ દૂર કરે છે તો આજે હું તમને અહીંયા હનુમાનજી વિશે અને હનુમાન જયંતી પર કરવાના કંઈક એવા ઉપાયો જણાવીશ કે જેની મદદથી તમે તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો

રામ ભક્ત હનુમાન વિશે તો તમે જાણતા જ હશો કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાને દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો આ દિવસને આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ હનુમાનજીને આપણે સંકટ મોચન ના બીજા નામ ઓળખીએ છીએ તમને ખબર હશે કે હનુમાન ચાલીસાના પાઠ માત્રથી સંકટ દૂર કરી શકાય છે અને ભૂત-પ્રેતથી છુટકારો મેળવી શકાય છે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સંકટ મોચન મહાબલી હનુમાનજી ની કૃપા હંમેશા રહે ઘણા લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરે છે તમને ખબર હશે કે રામાયણમાં હનુમાનજી ભગવાન શ્રીરામની મદદ કરી છે અને હનુમાનજી ઘણા બળવાન પણ કહી શકાય છે અને બાળ બ્રહ્મચારી છે તથા આ કળિયુગમાં ભગવાન શ્રી હનુમાન પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે

મહાબલી હનુમાન જી ને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે તમે બધા હનુમાનજીની શક્તિઓથી સારી રીતે પરિચિત હશો તેમના સ્મરણમાત્રથી સંકટ દૂર થઈ જાય છે જ્યારે આપણે સ્કૂલમાં બોલતા હતા ત્યારે પણ આપણને એ જ શીખવવામાં આવતું હતું કે દર શનિવારના દિવસે પ્રાર્થનામાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા હતા

હનુમાનજીની અસીમ કૃપા મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે સવારે વહેલા ઊઠીને નાહીને હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરો અને તેમની સામે દીવો પ્રગટાવવો અને તેમની સામે બેસીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો આ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમે જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો

હનુમાન જયંતી પર અથવા તો શનિવારના દિવસે હનુમાનજી ના આશીર્વાદ મેળવવા માટે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ ને હનુમાનજીના મંદિરે જઈને તેમને ગુલાબ અથવા તો ગુલાબની માળા અર્પણ કરવી જોઈએ જેથી હનુમાનજી પ્રથમ થાય છે આ ઉપાય તેમના આશીર્વાદ મેળવવા માટે એક સરળ ઉપાય છે

હનુમાન જયંતીના દિવસે સવારે વહેલા ઉઠી હનુમાનજીની મૂર્તિ સામે શુદ્ધ ઘી અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ત્યાર પછી આસન ગ્રહણ કરી ને હનુમાનજીનું ધ્યાન કરવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો

જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય અથવા તો તમને સક્સેસ ના મળતી હોય તો સવારે વહેલા ઉઠી ૧૧ પીપળાના પાન લો અને તેના પર ચંદન થી શ્રી રામ નામ લખો અને આ પાન હનુમાનજીને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત અથવા તો કરિયર સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે

શનિવારના દિવસે અથવા તો હનુમાન જયંતીના દિવસે ચંદન અને તેલ મિક્સ કરીને હનુમાનજીના ડાબા પગે લેપ કરવાથી હનુમાનજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે રામાયણ વખતે હનુમાનજીને ડાબા પગે મને લાગ્યું છે જેથી ત્યાં લેપ લગાવવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે

હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને લાડુ પણ ધરાવવામાં આવે છે કારણકે હનુમાનજીને લાડુ બહુ પ્રિય હતા એવું માનવામાં આવે છે કે હનુમાનજીને લાડુનો ધરાવવાથી દુઃખ દૂર થાય છે

તો મિત્રો જો તમે પણ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ ઉપાયો જરૂરથી કરજો.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ચુલતા નહીં.

 

Leave a Comment