વલસાડ નું “ઉબાળિયું”, હવે ઘરે જ બનાવો સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો

હેલ્લો મિત્રો, ઉબાડિયું વિષે તો તમે સંભાળિયું જ હશે. ઉબાડિયું એ એક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી ખાવામાં પણ તેટલી જ ટેસ્ટી અને દેખાવ માં પણ સુંદર છે. ટ્રેડિશનલ ઉબાડિયું માટલાં માં બનાવવામાં આવે છે.  પરંતુ  હાલ તો આ સમય માં દેશી માટલાં અને એટલી જગ્યા મળે તેવું ક્યાય પણ ના હોય. એટલા માટે આજે અહિયાં હું તમને ઉબાડિયું ઘરે જ કૂકરમાં કેમ બનાવવું તેની રેસીપી કહીશ. ઉબાડિયું એ ઊંધિયાનો ભાઈ જ છે. ઉબાડિયું પણ ઊંધિયા ની જેમ ખૂબ જ ટેસ્ટી હોય છે અને આ રેસીપી ટેસ્ટી અને સાથે જ હેલ્થી પણ હોય છે. કારણ કે આ રેસીપી માં લીલા શાકભાજી ઉપયોગમાં  આવે છે જેથી તે હેલ્થ ની બાબતે પણ સારું છે. ઉબાડિયું ને ગ્રીન ચટણી અને નારિયેલની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આજે આપણે અહિયાં ઘરે ઉબાડિયું કઈ રીતે બનવું તેની રેસીપી જોઈએ.

ઉબાડિયું બનાવવાની રીત:

સામગ્રી:

 1. 700 ગ્રામ નાના બટાકા
 2. 500 ગ્રામ સુરણ
 3. 300 ગ્રામ શક્કરીયા
 4. 200 ગ્રામ લીલા તુવેરના દાણા
 5. 1 કપ લીલુ લસણ
 6. 1 કપ ફૂદીનો
 7. 1 કપ કોથમીર
 8. આદુનો 1 ટુકડો
 9. 5-6 તીખી લીલી મરચી
 10. સ્વાદ અનુસાર મીઠું
 11. 3 ચમચી શીંગ દાણા
 12. 1 ચમચી અજમા
 13. 2 ચમચી તલ
 14. 3 ચમચી કોથમીર પાવડર
 15. 1 ચમચી હળદર
 16. 1 ચમચી ગરમ મસાલા

રીત :

સૌથી પહેલાં લસણ, ફુદીના, કોથમીર, લીલા મરચા અને આદુ ને ધોઈ લો અને તેમાં આદુ, અજમા અને મીઠું ની પેસ્ટ નાખીને પેસ્ટ બનાવો.પેસ્ટ બનાવતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ ના કરો. (આ ચટણી તૈયાર થયેલા ઉબાડિયાં સાથે ખવામાં લેવામાં આવે છે.

હવે બધી શાકભાજીને સારી રીતે ધોઈ લો અને તુવેરના દાણા કાધી લો, તુવેરના દાણા આખા રહેવા જોઈએ તેના ફાડા થવા જોઈએ નહીં,  તમે તમારા સ્વાદ મુજબ વધુ શાકભાજી બનાવી શકો છો અને તમે સુરતી પાપડિસનો પણ ઉપયોગ કરી શકો છો જેનો મેં ઉપયોગ કર્યો નથી અમને તે ઘરે ગમતું નથી અને અમે બનાવેલી પેસ્ટમાં હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો મિક્સ કરી લો.

હવે આ મસાલાને નાના બટાટાની વચ્ચે કાપો કરી અને તેમાં ભરવો અને બાકી બચેલો મસાલો બીજા બધા શાકભાજી ની ઉપર ચટણી નિજેમ ભભરાવી દેવો. અને બધી શાકભાજીને અડધો કલાક માટે રેસ્ટ માટે રાખો જેથી બધા મસાલા નો ટેસ્ટ શાકભાજીમાં બેસી જાય.

હવે બધી શાકભાજીને સિલ્વર ફોયલ માં પેક કરી લો અને તેને સારી રીતે પેકેટ તૈયાર કરો.

કૂકરમાં રીંગ અને સિટી કાઢી નાખો. કૂકરની અંદર મીઠું નાંખો અને સ્ટેન્ડ રાખી દો. તેની ઉપર બનાવેલ

આ પેકેટને પ્લેટમાં મૂકો અને તેને 1 કલાક માટે મધ્યમ આંચ પર ચડવા દો.

તો બાય બાય શિયાળા માટે સુરત તૈયાર ઉબડીયુને ચટણી અને છાશ સાથે પીરસવામાં માટે.

મિત્રો જીવન માં આપણે જે કઈ પણ ખાઈએ છિએ તેવા આપણે બનીએ છિએ. આવું ઘણા ધર્મગ્રંથો માં પણ કહ્યું છે. એટલે જ જીવન માં નવું નવું બનાવતા રહેવું અને ટેસ્ટ કરતાં રહેવું જોઈએ. આશા રાખીએ છિએ કે તમને આ રેસીપી ગમી હશે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment