આસિત મોદીએ દયાબેનની વાપસી અને પોપટલાલના લગ્ન વિશે મોટું નિવેદન આપ્યું, કહ્યું કે ..

હેલ્લો મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે તો તમે જાણતા જ હશો. આ શો માં છેલ્લા કેટલાક સમયથી દયાભાભી એ બ્રેક લીધો છે. અને ત્યારબાદ હવે દર્શકો દયાબેન ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને ફેન્સ પણ દયાબેન શો મા ક્યારે પાછા આવશે એ અંગે અવાર નવાર પૂછતા પણ રહે છે.

આ બાબતે શો ના પ્રોડ્યુસરે કંઈક એવી વાતો જણાવી કે ફેન્સ ને ઝટકો લાગી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના પ્રોડ્યુસર આસિત મોદી એ ઘણી વખત દિશા વાકાણી ની શો મા વાપસીને લઇને જવાબ આપી ચૂક્યા છે. પરંતુ તેમણે ક્યારે એ સ્પષ્ટ નથી કર્યું કે દયાબેન શો મા ક્યારે પરત ફરશે. હવે આસિત મોદી એ સ્પષ્ટતા કરી દીધી છે કે જો દયાબેન શો છોડવા માંગે તો તેઓ આ શો માં નવા દયાબેન સાથે આગળ વધશે.

ખરેખર દિશા વાકાણી આ શો માંથી બ્રેક લીધો હતો જેનું કારણ હતું કે તેઓ પ્રેગનેટ હતા અને હાલ તેમને એક દીકરી પણ છે જેમનું નામ સ્તુતિ પંડ્યા છે. 

છેલ્લા કેટલાય એપિસોડમાં દયા નો વારંવાર ઉલ્લેખ થયો છે. અને સુંદર જેઠાલાલ ને વાયદો  કર્યો હતો કે તેમની બહેન દયાને બહુ જલ્દી પાછી લાવશે અને તેમની પહેલા પણ શો ના ઘણીવાર એવું પણ લાગ્યું કે દયાબેન  આવી ગયા પણ એવું થયું ન હતું.

વળી કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે દિશાએ સીરીયલ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ ખરેખર શું છે તે કોઈ જાણતું નથી હાલ સચોટ વાત એ ખબર પડી છે. કે આ બાબતે આસિત મોદીએ જ સ્પષ્ટતા કરી દીધી છે.

હાલમાં જ્યારે શો માં દયાબેન ને વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અસિત મોદીએ કહ્યુ કે મને લાગે છે કે હવે મારે જ દયાબેન બનવું જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી તે પાછા ક્યારે આવશે તેના વિશે સવાલો પૂછવામાં આવી રહ્યા છે અમે પણ લાંબા સમયથી દિશા વાકાણી ની રાહ જોઈ રહ્યા છીએ. જો દિશા વાકાણી સામેથી શું છોડવા માટે ઈચ્છા વ્યક્ત કરશે તો આસો નવા દયાબેન સાથે આગળ વધશે.

અને આસિત મોદીએ કહ્યું કે જોકે હાલ મને લાગે છે કે દયાબેન ની વાપસી અને પોપટલાલના લગ્ન એ જરૂરી નથી. આ મહામારીના સમયમાં એટલા સીરીયસ ઇસ્યુ છે કે મને લાગે છે કે આ સમયમાં આ બધી બાબતો મહત્વ નથી રાખતી અને તેની રાહ જોઇ શકાય છે. અમે શૂટિંગ ચાલુ રાખવા માટે પણ વિચારી રહ્યા છે જેથી લોકોની આવક પર અસર ના થાય.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment