ભાવનગર નો ચેતન સાકરીયા IPL માં કરી રહ્યો છે જબરદસ્ત પ્રદશન, કોણ છે ચેતન જાણવા માટે અહિયાં ક્લિક કરો

રાજસ્થાન રોયલ માં બોલર તરીકે પસંદગી પામનાર ચેતન સાકરીયા. ચેતને નેશનલ ક્રિકેટ રમવાની શરૂઆત IPL 2021 થી કરી છે. અત્યાર સુધી માં ચેન્નાઈ સામે 3 વિકેટ લેવાર બોલર ચેતન કોણ છે. ચેતને ધોની અને રૈના જેવા ધુરંધર ખેલાડીઓ ને પેવેલિયન ભેગા કરી દીધા છે. તો ચાલી ચેતન વિશે તમને જણાવી દઈએ.

ચેતન ભાવનગર ના વરતેજ ગામ નો વતની છે. ચેતન એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેની પાસે બૂટ લેવાના પણ પૈસા ન હતા. ચેતન નો જન્મ 28 ફેબ્રુઆરી 1998 માં થયો હતો. હાલ ફક્ત તે 23 જ વર્ષ નો ખેલાડી છે. તેના પરિવાર માં ચેતન, ચેતન ની એક બહેન અને માતા-પિતા રહે છે. ચેતન ના પિતા એક રિક્ષા ચાલક છે.તેની માતા ગૃહિણી છે અને નાની બહેન ભણે છે.

ચેતન બાળપણ થીજ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેના પિતાનું સપનું હતું કે તે ભણી ને કોઈ સારી નોકરી કરે અને ઘર નું ગુજરાન ચલાવે. પરંતુ ચેતન ને ક્રિકેટ માં ખૂબ જ રસ હતો. ત્યાર બાદ તેના શિક્ષક ની સલાહ થી તેના પિતા એ તેને ક્રિકેટ માં આગળ વધવા માટે ટેકો આપ્યો. ચેતન IPL માં સિલેકટ થાય પહેલા તેના મામા નું દુકાન માં કામ કરતો હતો અને સાથે સાથે ક્રિકેટ ની પ્રેક્ટિસ પણ કરતો હતો.

ચેતને ક્રિકેટ માં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી ત્યાર બાદ તેના શિક્ષક ની સલાહ બાદ તેને બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. તે પહેલા હાઇસ્કૂલ માં ત્યાર બાદ જિલ્લા લેવલ ને ક્રિકેટ માં ડંકો વગાડી ચૂક્યો છે. ત્યાર પછી તે સૌરાષ્ટ એસોસિએશન માં અન્ડર 19 માં સ્થાન પામ્યો હતો. અહિયાં તેને સૌનું દિલ જીતી લઈશું હતું અને અહિયાથી તેના સાચા કરિયર ની શરૂઆત થય.

ચેતન વિશે કેટલીક રસપદ વાતો

  • ચેતન ડાબા હાથે બોલિંગ કરે છે.
  • ચેતન નો એક નાનો ભાઈ પણ હતો જે 2 થી 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યો હતો તેમ છતાં ચેતને તેની અસર તેના કરિયર પર પડવા દીધી નથી.
  • ચેતન ની કોઈ ગર્લ ફ્રેન્ડ નથી.
  • ચેતન ની ફેવરિટ અભિનેત્રી અનન્યા પાંડે છે. તેની ઈરછા છે કે તે તેની સાથે બીચ પર બેસી ને કોફી પીએ.
  • ચેતન ના ઘર ની હાલત એટલી ગરીબ હતી કે તેની પાસે TV લેવાના પણ પૈસા ન હતા.
  • જ્યારે ચેતન નું ઓકસન હતું અને તે 1.2 કરોડ માં રાજસ્થાન રોયલ માં ખરીદયો ત્યાર બાદ તેને સૌથી પહેલો કોલ તેના કાકા ના છોકરા ને કર્યો હતો.
  • તેની ઊચાઇ 5 ફૂટ 7 ઇંચ છે.
  • ચેતને સ્કૂલ નું શિક્ષણ “વિધ્યા વિહાર હાઇ સ્કૂલ” માંથી લીધું છે.

આવીજ રસપ્રદ માહિતી માટે આજે જ અમારા પેજ ” ગુજરાતી ડાયરા” ને લાઇક કરો.

Leave a Comment