શું તમે જાણો છો દયભાભીની નાની બહેન પણ છે? તો જાણો તેની વિશે

હેલ્લો મિત્રો, દિશા વાકાણી એટલે કે ‘તારક મહેતા કા  ઉલ્ટા ચશ્મા’ શો ના દયાભાભી ને તો બધા જ ઓળખતા જ હશો. એ જ શો મા તેમના વીરા એટલે કે સુંદર જે તેમના રીયલ લાઈફ વીરા પણ છે.  તેનું નામ મયુર વાકાણી છે.  જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો  માં સુંદર નું પાત્ર ભજવે છે.  જો કે દિશા વાકાણી અને મયુર વાકાણી ની એક નાની બહેન પણ છે જેનું નામ ખુશાલી વાકાણી છે.  જેમના વિશે ઘણા  ઓછા લોકો જાણતા હશે.  ખુશાલી વાકાણી એ પણ પિતાની જેમ થિયેટરમાં કરિયર બનાવ્યું છે.  ખુશાલી વાકાણી એ વાકાણી પરિવાર ની સૌથી નાની દીકરી છે.  તેમણે પણ ઘણા નાટકોમાં એક્ટિંગ કરી છે.  ખુશાલી એ પોતાનો અભ્યાસ અને ગ્રેજ્યુએશન અમદાવાદમાં કર્યું છે અને મોટા ભાઈ બહેનની જેમ એક્ટિંગ માં જ  રસ ધરાવે છે.

તેમના પિતા ભીમ વાકાણી એક નાટ્ય કલાકાર છે.  ભીમ વાકાણી ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. તેમજ  સરકારી જાહેરાતો અને ડોક્યુમેન્ટરી માં  પણ કામ કર્યું છે.  બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં ભીમ વાકાણી કામ કર્યું છે જેવીકે લગાન, સ્વદેશ અને  વોટ્સ યોર રાશિ. 

ભીમ વાકાણી ના ત્રણેય સંતાનો પણ એક્ટિંગ માં જ ધરાવે છે.  અને ત્રણેય એક્ટિંગ કરિયર માં જ આગળ વધ્યા છે. 

ભીમ વાકાણી ની સૌથી નાની પુત્રી ખુશાલી વાકાણી વિશે વાત કરીએ તો તેઓએ વિવિધ ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે.  તેમણે બ્લેક ફિલ્મ માં પણ કામ કર્યું છે.  આ ફિલ્મે સંજય લીલા ભલસાણી એ ડિરેક્ટ  કરી હતી.  તેમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા.  રાની એ  યુવતીનું પાત્ર ભજવ્યું હતું.  એટલું જ નહીં તેમણે હિન્દી ફિલ્મ ‘પ્યાર મૈ ટ્વીસ્ટ’, ‘બહેના’ અને ‘રમકડાં રે રમકડાં’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

દિશા વાકાણી ની જેમ  જ તેમની બહેન ખુશાલી વાકાણી પણ ટેલેન્ટેડ છે.  અને દેખાવમાં પણ બંને બહેનો મળતી આવે છે હાલ તો ખુશાલી પોતાનું કાર્ય નાટકોમાં બનાવી રહી છે. 

આ સાથે જ ખુશાલી ટીવી સિરિયલ જાગૃતિ ‘ધન ધના ધન’, ‘સુહાસિની’ અને ‘સાથિયામાં એક રંગ ઓછો’ મા પણ કામ કર્યું છે હાલમાં તે તેના પેરેન્ટ્સ તથા ભાઈ સાથે અમદાવાદમાં રહે છે અને અહીંયા તે નાટકોમાં કામ કરતી રહે છે. 

તેમની મોટી બહેન દિશા વાકાણીએ પણ એક્ટિંગ કરિયરની શરૂઆત નાટક થી જ કરી હતી.  ત્યારબાદ તેઓ એ  સીરીયલ અને ફિલ્મ માં કામ કર્યું હતું.  તેઓએ ‘દેવદાસ’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.  ત્યારબાદ તેઓએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ માં  દયા જેઠાલાલ ગડા તરીકે 2008 થી 2017 સુધી કામ કર્યું છે.  હાલ દિશા વાકાણી આ શોમાંથી બ્રેક લીધો છે.  દિશા વાકાણી ના પણ મેરેજ થઈ ચૂક્યા છે.  તેઓને એક દીકરી પણ છે જેમનું નામ સ્તુતિ  પંડયા છે

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment