સરગવાનો સૂપ: કોરોના માં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અચૂક ઉપાય

મિત્રો આજે અહિયાં હું તમને સરગવા વિશે ની સિક્રેટ વાતો જણાવીશ. તમે જાણતા જ હશો કે સરગાવો આપણી હેલ્થી લાઇફસ્ટાઇલ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા આયુર્વેદમાં પણ સરગવાને ઔષધિનું સ્થાન આપવામાં આવેલ છે. સરગવો એ અનેક રોગોનો ઈલાજ છે. મિત્રો આપણે જાણીએ જ છીએ કે અત્યારે પૂરા વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે લોકોનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. તો આપણે તંદુરસ્ત રહેવા માટે આપની રોજીંદી ડાયટમાં સરગવાનો સમાવેશ કરી શકીએ છીએ.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગદર્શનથી દક્ષિણ આફ્રિકામાં કેટલાક દેશોમાં કુપોષણથી જુજતા લોકોના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

સરગવો આપણને હદય, કિડની, લીવર અને બીજા ઘણા રોગોમાંથી મુક્તિ આપે છે. આયુર્વેદમાં 300 રોગોના સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉધરસ, શરદી, છાતીમાં જામેલ કફ અને ગળામાં દુખાવો વગેરેમાં પણ સરગવો લાભદાયી છે. અત્યારે લોકો સરગવાની ફાકી કરીને પણ લે છે.

સરગવામાંથી આપણને ઘણા જરૂરી પોષક તત્વો મળી રહે છે જેવા કે પ્રોટીન, એમીનો એસિડ, વિટામિન એ , સી, અને ડી, આયરન વગેરે મળી રહે છે. સરગવો લોહીને શુધ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ગણો ફાયદાકારક છે. સરગવાના સેવનથીઓ હાડકાં પણ મજબૂત બને છે.

સરગવાનુ સૂપ બનાવવાની રીત

સરગવાના સૂપ માટેની સામગ્રી
  • 3 – 4 સરગવાની શીંગ
  • 1 ચમચી ઘી
  • 1 નાની ડુંગળી (જીણી સમારેલી)
  • 5 – 6 કાળી લસણ (જીણું સમારેલ)
  • 1/4 ચમચી જીરું પાવડર
  • 1/2 ચમચી મારી પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચી જીણી સમરેલ કોથમી

રીત:-

સૌપ્રથમ સરગવાને સારી રીતે ધોઈને નાના – નાના ટુકડામાં કાપી લેવો. ત્યારબાદ સરગવાને બાફી લેવો. હવે બાફેલા સરગવાને એક ડિશમાં કડી લઈશું અને સરગવાનુ બાફેલું પાણી આપણે એક વાસણમાં કાઢી રાખીશું. હવે બાફેલા સરગાવામાંથી ચમચી ની મદદથી આપણે બધો પલ્પ કાઢી લઈશું. હવે આ કાઢેલ પલ્પ ને મિક્સરમાં પીસી લઈશું. ત્યારબાદ એક પેન માં ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં જીણું સમરેલ લસણ અને જીણી સમરેલ ડુંગળી ઉમેરીશું. ડુંગળી થોડી ડોલદાન બ્રાઉન થાય એટલે તેમાં સરગવાનો પલ્પ ઉમેરીશું અને સાથે તેમાં સરગવાનુ બાફેલું પાણી પણ ઉમેરીશું. તથા તેમાં મારી પાવડર, જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. જો તમને સૂપ વધારે ઘટ્ટ લાગે તો વધારે પાણી ઉમેરી શકાય છે. આ સુપને 3-4 મિનિટ માટે ઉકળવા દો હવે ગેસ બંધ કરીશું. આ સુપને આપણે સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું અને કોથમીર ઉમેરીશું. ગરમા ગરમ સૂપ રેડી છે.

કોરોના ની આ મહામારી માં જો તમે સરગવા નું સૂપ દરરોજ પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ માં જબરદસ્ત વધારો થય શકે છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારે એટલે કોરોના થી બચવાણી વેક્સિન.


આવીજ રસપ્રદ માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ભૂલતા નહીં.

2 thoughts on “સરગવાનો સૂપ: કોરોના માં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અચૂક ઉપાય”

Leave a Comment