લગ્ન ના આટલા વર્ષો પછી પણ શિલ્પા અને રાજ રહે છે ગર્લફ્રેંડ-બોયફ્રેન્ડ ની જેમ..

હેલો મિત્રો તમે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિશે તો જાણતા જ હશો બોલિવૂડ માં આ કપલ એક પરફેક્ટ કપલ છે તેમના વચ્ચે ઝઘડા ના સમાચાર ઓકે બીજા કોઈ સાથે અફેરની ચર્ચા સામે આવી નથી આ કપલ સમજદારી ના વખાણ કરીએ એટલા ઓછા છે.

એકબીજાને સમજવાની રીત અને કુટુંબ ને એક સાથે રાખવાની પરંપરા પણ તેમના સંબંધને એક મજબૂત બોર્ડિંગ આપે છે અને શિલ્પા એવું પણ કહે છે કે રાજ ફોનને બાજુમાં રાખીને ક્યારે સુતો નથી.

અને શિલ્પાએ હમણાં જ સુપર ડાન્સર ૩ ના મંચ પર તેમના સુખી લગ્નજીવનનું રહસ્ય ખોલ્યું હતું શિલ્પા બોલી હતી કે ‘અમે દર શુક્રવારે ડેટ પર જઈએ છીએ રાજ કુન્દ્રા આજે પણ શિલ્પાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે’.

હા એ પણ છે કે તમે જ્યારે તમારા જીવનસાથી સાથે ટાઇમ સ્પેન કરો છો. ત્યારે ફોનને તમારા વચ્ચે જગ્યા આપવી જોઈએ કારણકે આ એક મિસ અન્ડરસ્ટેન્ડિંગ ઉભી કરી શકે છે.

રાત્રે જીવનસાથી સાથે ઊંઘતા પહેલા પણ મોબાઇલમાં વ્યસ્ત રહેવું કરો વચ્ચે ખટાશ ઊભી થાય છે. અને જાણીતું છે કે મનમાં ઘણા પ્રશ્નો ઉત્પન્ન કરે છે. અને ક્યાંકને ક્યાંક શંકા જન્મ લેવાનું શરૂ કરે છે.અને એવી પણ લાગણી ઊભી કરે છે કે તે કંઈક વસ્તુ થી અજાણ છે. અને તે જ આગળ જતાં  ગેરસમજ ઉભી કરે છે. 

બેડ પહેલાનો સમય એ સમય છે કે જ્યારે બંને ભાગીદારો દિવસભરની ચિંતાઓથી મુક્ત થઈને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. આ સમય દરમ્યાન તેમના પુરા દિવસ અંગે ના સારા અને ખરાબ અનુભવ શેર કરે છે. અને આ જ વસ્તુ બંનેને એકબીજા સાથે જોડાવામાં મદદ કરે છે. પરંતુ જો વ્યક્તિ આ સમયે વાત કરવાને બદલે મોબાઈલનો ઉપયોગ કરશે. તો પછી શેર કરવાની તક ગુમાવશે અને બંને વચ્ચેના સંબંધોમાં દરાર પડી શકે છે.

નિષ્ણાંતોના મતે સુતા પહેલા દરેક ઝગડો પૂર્ણ કરીને સૂવું જોઈએ. જો બંને પાર્ટનર માટે કોઈ એક ઝગડો પૂરો કરવાને બદલે મોબાઇલ લઇને બેસી જાય છે. તો ઝગડો એમાં ચાલુ રહે છે. અને બીજે દિવસે સવારે પણ આ ઝગડો એ જ સ્વરૂપે હોય છે જે આગળ જતા એક રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અને લાગણી દિવસભર કેવી રીતે રહી છે અને કેવા વિચારો મેળવે છે એનો કંઈ ખ્યાલ મેળવવો મુશ્કેલ છે. એટલા માટે આપણા પૂર્વજો એ પણ કહ્યું છે કે ગુસ્સામાં કોઈ દિવસ સૂવું જોઈએ નહીં.

અને સુખી લગ્નજીવન માટે વિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી છે. અને શિલ્પાએ એક ઈન્ટરવ્યું તેમના અને રાજ વચ્ચે વિશ્વાસ બરકરાર છે. જેથી તેઓ કોઈ દિવસ એવું નથી અનુભવતા કે એ કોઈ બંધનમાં  બંધાયેલા છે. તેઓ આજે પણ એક ગર્લફ્રેંડ અને બોયફ્રેંડ તરીકે રહે છે.

દાંપત્ય જીવનમાં ખુશી મેળવવા માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવા જરૂરી છે. અને તેમની લાગણીની કદર કરી સ્વાર્થનો ત્યાગ કરીને કુટુંબના હિતમાં નિર્ણય કરવો જોઈએ. કુટુંબજીવન ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

માફી એ લગ્નજીવનનો એક અગત્યનો પાછો છે કારણકે કોઈ સંપૂર્ણ નથી હોતી તમારા સાથીની ભૂલ સ્વીકારતા શીખો. અને ક્યારે જો તમારાથી ભૂલ થાય તો માફી માગવાની હિંમત રાખો.  જેનાથી સબંધ મજબૂત બનશે. 

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment