માં લક્ષ્મીજીની આ રીતે આરાધના કરી ધનની સમસ્યાથી મેળવો છૂટકારો

હેલ્લો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ધનની દેવી એટલે લક્ષ્મી છે. અને લક્ષ્મીજીની અસીમ કૃપા મેળવવા માટે વિધિ અને પૂજા કરવામાં આવે છે. અને ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે. કે જે લોકો પણ લક્ષ્મી માતાના આશીર્વાદ છે તેઓને સંપત્તિમાં ક્યારે ખોટ આવતી નથી અને તેમના તમામ દુઃખ દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મી નો જન્મ સમુદ્રમાંથી થયો હતો. સમુદ્ર મંથન વખતે મા લક્ષ્મી નો જન્મ થયો હતો. અને ત્યારબાદ તેઓએ ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. તેથી માતાજીને સમુદ્ર પુત્રી પણ કહેવામાં આવે છે.

માતા લક્ષ્મીજીનો જન્મ સમુદ્રમાંથી થયો હોવાથી તેમણે શંખ, ચિપ, મોટી, કોડી બહુ પ્રિય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શંખ, મોતી, છીપ, કોડી લક્ષ્મીજીને પ્રિય વસ્તુ છે.

જો લક્ષ્મીજી નારાજ થઈ જાય તો દરિદ્રતાને સામનો કરવો પડે છે. બધા લોકો તેઓ તેમના પર મહાલક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં ક્યારેય ધનની કમી ન રહે.

એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. તેના જીવનના તમામ દુઃખ દૂર થાય છે. અને પૈસા સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે અને ધનિક વ્યક્તિ બની શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ સાથે મા લક્ષ્મી નો સારો એવો સંબંધ છે. એટલા માટે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો શુક્રવારનું વ્રત કરવામાં આવે છે.

જો તમે શ્રીમંત બનવા માંગતા હોય તો સોમવારે રાત્રે દસ વાગ્યે ઘરની અંદર રાખેલી ચોકી પર રાખી હવે આ કળશ પર કેસર વડે સ્વસ્તિકનું પ્રતીક બનાવવું.

ત્યારબાદ તે કળશમાં ચોખ્ખું પાણી ભરી તેની સાથે દુર્વા ચોખા અને એક રૂપિયો મૂકો આ પછી ચોખાની એક નાની થાળી ભરી અને કળશ પર મૂકવો. અને ત્યારબાદ શ્રીયંત્રની સ્થાપના કરી દીવો પ્રગટાવીને કુમકુમ અને ચોખાની પૂજા પૂજા કરી અને ગુલાબી કમળ ચડાવો. ત્યારબાદ દસ મિનિટ સુધી મા લક્ષ્મી નું ધ્યાન કરો અને “ઓમ શ્રી શ્રીએ નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો. અને ત્યારબાદ મા લક્ષ્મી ખીર અને સાકરનો પ્રસાદ ધરાવવો.

મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન તો મળે છે. સાથે સાથે લગ્નજીવનમાં પણ સારા એવા લાભ થાય છે. તમારે ગમે તેવી તમને સમસ્યા હોય તો પણ લક્ષ્મીજીની પૂજા કરવાથી તે દૂર થાય છે.

મા લક્ષ્મીની પૂજા કરીએ ત્યારે સફેદ અથવા તો ગુલાબી વસ્ત્ર પહેરવાથી અને માતા લક્ષ્મીજીના એ સ્વરૂપની પૂજા કરવી જોઈએ જેમાં તેઓ ગુલાબી કમલ પર બિરાજમાન છે અને સાથે સાથે તેમના હાથમાંથી ધનની વર્ષા થાય છે. લક્ષ્મીજીને ગુલાબી કમળ ચડાવવું એ શુભ માનવામાં આવે છે.

નોકરી-ધંધામાં જો ધન નો લાભ જોઈતો હોય તો તેના માટે પૂજા સ્થાન પર માતા લક્ષ્મીની કમળ પર બેઠેલી છબી ની સ્થાપના કરે અને આ ચિત્રમાં બંને બાજુ હાથી શોધમાં પાણી ભરીને જળ અભિષેક કરતા હો તે ઉત્તમ રહેશે અને સંધ્યા ટાઈમે ઘી નો દીવો પ્રગટાવી અને માતા ને અતર ચડાવવું. અને આ પૂજા પૂજા પૂરી થયા બાદ ત્રણ વાર શંખ જરૂર વગાડો.

જો અહીં દર્શાવેલી પૂજા તમે વિધિવત કરશો તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment