ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું

હેલ્લો મિત્રો, તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ‘. તો મિત્રો આજે અહિયાં આપણે સુરતના જમણ વિષે જ વાત કરવાના છીએ. સુરતીઓ એટલે ચટપટું ખાવાના શોખીન. અને સુરતી દરેક આઈટમ એકદમ ટેસ્ટી હોય છે. અને સાથે સાથે ચટાકેદાર પણ તેટલી જ હોય છે. સુરતી ઉંધિયુ એ એક પ્રખ્યાત ગુજરાતી રેસિપી છે જેનો આનંદ દરેકને આવે છે અને કોઈ ગુજરાતી થાળી ઉંધિયુ વિના સંપૂર્ણ નથી. ઉંધિયુ શિયાળાની સિજનમાં તૈયાર કરવામાં આવે છે કારણ કે તેમાં તાજી શાકભાજી હોય છે જે ફક્ત શિયાળાની ઋતુમાં જ ઉપલબ્ધ હોય છે. ઉંધિયુમાં રીંગણ, શક્કરીયા, રતાળુ, બટાટા, સુરતી પાપડી, તુવેર જેવા શાકભાજી હોય છે જે પરંપરાગત સુરતી લીલા મસાલામાં રાંધવામાં આવે છે. સુરતી ઉંધિયુની મુખ્ય સામગ્રી લીલુ  લસણ છે

ઉત્તરાયણ એક ઉત્સવ છે જે ગુજરાતમાં ખૂબ જ ધાંધલ ધમાલ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. સુરતી ઉંધિયુ વિના ઉત્તરાયણ અથવા ગુજરાતનો પતંગ મહોત્સવ અધૂરો છે. પતંગ ઉડાડવાની અને તમારા ઘરની આગાસી પર બપોરના ભોજન માટે સુરતી અંધિયુની મજા માણવાની મજા કઈક અલગ જ હોય છે.

તો આ ઉત્તરાયણ સુરતી અંધિયુની મજા માણીએ અને અમને કોમેન્ટ બોક્સમાં રેસીપીના સ્વાદ વિશે જરૂર જણાવજો.

સુરતી ઊંધિયું બનાવવાની રીત:

સામગ્રી :

 1. 8-10 રીંગણ
 2. 150 ગ્રામ રતાળુ
 3. 500 ગ્રામ નાના  બટાકા
 4. 150 ગ્રામ સુરતી પાપડી
 5. 150 ગ્રામ સુરતી પાપડી ફોલેલી
 6. 250 ગ્રામ લીલી તુવેર
 7. 150 ગ્રામ લીલા વટાણા
 8. 2 કપ ધાણા સમારેલા
 9. 2 કપ લીલુ  લસણ
 10. 1 કપ છીણેલું  અને શેકેલુ સુકૂ નાળિયેર
 11. 10-12 લીલા મરચા
 12. 20-25 લસણ ની કળીઓ
 13. ½ કપ આદુ
 14. 2 ચમચી ખસખસના બીજ
 15. 3 ચમચી તલ
 16. 1 ચમચી હળદર પાવડર
 17. 3 ચમચી ધાણા જીરું પાવડર
 18. 3 ચમચી લાલ મરચું પાવડર

રીત:

 • બટાટા ના ટુકડા અને રતાળુ ને આપણે તેલમાં ટાળી લઈશું.
 • ના બટાટામાં ક્રોસ કટ બનાવો અને તેને ફ્રાય કરો.
 • સામાન્ય કરતાં થોડું વધારે પ્રમાણમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને તલ નાખો.
 • હવે તેમાં સુરતી પાપડી, સુરતી પાપડી બીજ, તુવેર અને લીલા વટાણા નાખો.
 • થોડો કલર ચેન્જ થઈ જાય એટલે બીજા મસાલા કરીશું.
 • સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને બરાબર મિક્ષ કરો.
 • 3-5 મિનિટ માટે ચડવા દો.
 • લીલા મસાલા માટે લીલા મરચા, લસણ, આદુ, શેકેલા સૂકા નાળિયેર, એક કપ તલ, કોથમીર અને લીલા લસણ ની પેસ્ટ બનાવો.
 • હવે ક્રોસ કટ કરેલ રીંગણના કટમાં બનાવેલ સુરતી લીલો મસાલો ભરી દેવો.
 • હવે ગેસ પર રાખેલા વાસણમાં હળદર પાવડર, ધાણા જીરા પાવડર, લાલ મરચું પાવડર અને પૂરતા પ્રમાણમાં લીલો મસાલો નાખો. સારી રીતે ભેળવી દો.
 • સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
 • હવે તેમાં તળેલી શક્કરીયા, તળેલ રતાળુ, તળેલા નાના બટાટા અને રીંગણ ઉમેરો.
 • સારી રીતે ભેળવી દો અને 10 મિનિટ માટે ચડવા દો.
 • હવે તેમાં મેથી મૂથિયા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
 • હવે કુકરનું ઢાંકણ બંધ કરો અને 1 સિટી માટે રાંધો અને ત્યારબાદ તેને 10 મિનિટ સુધી ધીમી આંચ પર રાંધવા.
 • હવે લીલા લસણ અને કોથમીરથી અંધિયું ગાર્નિશ કરો.
 • સુરતી ઉંધિયુ ખાવા માટે તૈયાર છે.
 • આ ઊંધિયું ગાંઠિયા અને પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે.

જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ ને જરૂર થી શેર કરજો. અને કમેન્ટ માં સ્વાદ વિશે ઓન જરૂરથી બતાવશો.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.
જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment