ગીતાબેન રબારીએ કહ્યું કે તેમને આ વાતની હમેશા કમી રહી છે, જીવન માં તેમણે બધુંજ મળ્યું પણ આ વાત ની ખોટ હમેશા રહી ગય.

ગુજરાત એટલે ડાયરો અને ડાયરો એટલે ગુજરાત. ગુજરાતીઓ પહેલીથિજ લોક સંગીત અને લોક ગીત ના પ્રેમીઓ છે. અહિયાં કિંજલ દવે, ગીતાબેન રબારી, અલ્પાબેન પટેલ, કીર્તીદાન ગઢવી, રાજભા અને આવા ઘણા બધા કલાકારો છે. જે એમના મધુર સૂર થી લોકો નું દિલ જીતી લ્યે છે. તો આજે આપણે વાત કરશું એવાજ એક કલાકાર જેનું ગીત આવતાજ લોકો સાંભળવા અને યૂટ્યૂબ માં જોવા માટે તૂટી પડે છે.

મિત્રો, એ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ ગીતાબેન રબારી છે. ગીતાબેન તેમના મધુર અવાજ માટે ખૂબ જ જાણીતા છે. ગીતાબેન આમતો કચ્છ થી આવે છે અને તેમના પરિવાર માં મોટા પિતા અને બે નાના ભાઈ હતા. તેમણે બે નાના ભાઈ હતા પરંતુ તે બંને નું અકાળે અવસાન થયું હતું.

ગીતાબેને એક વિડિયો માં કહ્યું હતું કે તેમણે ભગવાને બધુંજ આપ્યું છે, સંગીત ની દુનિયા માં સારું નામે, સારો પરિવાર અને અઢળક ચાહકો. પરંતુ તેમણે એક વાત ની કમી હમેશા રહી ગય છે. તમને વધુ જણાવતા કહ્યું કે તમને કોઈ સગો ભાઈ નથી. ગીતાબેને વધુ જણાવતા કહ્યું કે તેમણે તે વાત નું ખૂબજ દુખ છે કે તમને કોઈ સગો ભાઈ નથી. તમને એ પણ કહ્યું કે તેમણે મન ના માનેલા 23 જેટલા ભાઈઓ છે જે ને તમને કોઈ દિવસ કોઈ આંચ આવવા દીધી નથી અને દરેક જગ્યા એ ખૂબજ સપોર્ટ પણ કર્યો છે.

ગીતાબેન રબારી કચ્છ ના ટપ્પર ગામ ના મૂળ વતની છે. તેમણે સંગીત ના ક્ષેત્ર માં પોતાનું કરિયર ધોરણ 5 માંથી જ ચાલુ કરી દીધું હતું. તેમને નાને થિજ લોકગીત, ભજન, સંતવાણી, ડાયરાઓ જેવા કાર્યકર્મો માં ભાગ લીધો હતો. તમને બે ગીતિ ખૂબજ પ્રસિદ્ધ થયા છે જેમાં રોણા શેર માં અને એકલો રબારી સામેલ છે. તેમનું ગીત રોણા શેર માં યુ ટ્યૂબ માં 140 કરોડ થી વધારે વાર જોવાઈ ચૂક્યું છે. જે અપને આપ માં એક રેકોર્ડ છે.

ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 માં થયો હતો અને તેમના લગ્ન પૃથ્વી રબારી ની સાથે થયા છે. ગીતાબેન કહે છે કે તે જ્યારે સંગીતના ક્ષેત્ર માં આગળ વધતાં હતા ત્યારે તેમને માતાજી અને તેમના ભાઈઓ, માતા પિતા અને પરિવારે ખૂબજ સપોર્ટ કર્યો છે.

મિત્રો કદાચ તમને આ વાત ખબર નહીં હોય કે જ્યારે ગીતાબેન નાના હત અત્યારે એક વાર કચ્છ ના રણોત્સવ માં તમને ગીત ગાયું હતું અને તેજ સમયે ગુજરાત ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા. અ સમયે નરેન્દ્ર મોદીએ પણ ગીતાબેન નું ગીત સાંભળ્યું અને તેઓ ખૂબજ પ્રભાવિત થાય ગયા. મોદીજી એ ખુશ થાય ને ગીતાબેન ને 250 રૂપિયા નું ઈનામ પણ આપ્યું હતું. આ વાત થી ગીતાબેન ને એટલું પ્રોત્સાહન મળ્યું કે તેમણે વધારે ઉર્જા અને મેહનત સાથે કોશિશ કરી. જ્યારે તેઓ ગુજરાત ના પરસિદ્ધ લોક ગાયક બન્યા ત્યારે અત્યારે પણ તેઓ મોદીજી ને તેમના આદર્શ માંને છે. મોદીજી ને મળવા ગીતાબેન અવાર નવાર દિલ્હી અને ગાંધીનગર જતાં હોય છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment