સ્વાદીસ્ટ કરકરી ભાખરવડી બનાવવા ની રીત, એક વાર ખાશો તો ખાતા નહીં ધરાવ

મિત્રો, અત્યારે ગુજરાત ની વાત કરું તો ઘણા શહેર માં લોકડાઉન નો માહોલ ચાલી રહ્યો છે. વળી હમણાં તો ઘણી દુકાન અને મોલ ને પણ બંધ કરવી રહ્યા છે. આવા સમય માં નાસ્તો અને બહારનું ખાવા નું મન તો થતું જ હોય છે. પરંતુ હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બહાર ખાવા જવું ખતરા થી ખાલી નથી. પરંતુ અમે આજે સ્વાદીસ્ટ કરકરી ભાખરવડી બનાવવા ની રીત લઈ ને . મને વિશ્વાસ છે કે આ રીત થી તમે તમારા જ ઘરે  બહાર જેવી ભાખરવડી બનાવી શકશો.

વાત કરીએ ભાખરવડી ની તો ગુજરાત માં આપણે જેને ભાખરવડી કહીએ છીએ તેને મહારાષ્ટ ના લોકો બાખરવડી કહે છે. પરંતુ ફક્ત બોલવામાજ અલગ છે સ્વાદ ની વાત માં બંને ભાઈ બહેન છે.

જરૂરી સામગ્રી

  • 1/2 કિલો મેંદો
  • 1/2 લિટર  તેલ
  • 100 ગ્રામ નાળિયેરનો ભૂકો
  • 100 ગ્રામ તલ
  • 50 ગ્રામ ખસખસ
  • 1/2 બાઉલ આમલીની ચટણી, (આમલી પીચકુ પણ વાપરી શકાય છે)
  • 1 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી લાલ મરચું અને જે પણ મસાલા તમે એડ કરવા માંગો છો
  • સ્વાદ અનુસાર  મીઠું

ભાખરવડી બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલ માં મેંદા ના લોટ માં તેલ રેડી ને  મોણ આપી દયો. ત્યારપછી  અડધો ચમચી મીઠું નાખો, પછી પાણી ઉમેરો અને તેને ભેળવી દો (જેમ તમે બ્રેડ માટે લોટ ઉમેરો છો). ત્યારબાદ આ મિશ્રણ ને રોટલી ના લોટ ની જેમ લોટ બાંધી લ્યો. આ લોટ ને હવે એક બાઉલ માં રાખી તેને ઢાંકી દયો.

હવે મસાલા તૈયાર કરી લઈએ

તલ અને  ખસખસ લો, હવે મસાલેદાર ખસખસ નાળિયેર અને બધા મસાલા ને મિક્સર માં નાખો, તેને મિક્સર માં બરાબર પીસી લો. ત્યારબાદ આમલીની ચટણી મિક્સ કરો અને હવે મસાલા તૈયાર છે.

હવે ચાલુ થાય છે થાય છે ઓરીજનલ ભાખરવડી બનાવવા નિ રીત,

આપણે જે લોટ બાંધો હતો તેને લઈ ને તેની રોટલી ના આકાર ની રોટલી બનાવી લ્યો. ત્યાર બાદ આ રોટલી માં આંબલી ની ચટણી ને લગાવી દયો. ધ્યાન રહે આંબલી ની ચટણી ને ચમચી થી લગાવશો તો વધારે સારી રીતે લાગી જશે.

આટલું થય ગયા બાદ હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને લઈ લો. હવે મસાલા ને ખુબજ સંભાળ રાખી ને રોટલી પર લગાવી દયો. મસાલો રોટલી પર લગાવ્યા બાદ એ રોટલી ને પાતરા ની જેમ ગોળ ગોળ વીંટાળી દયો. રોટલી નો છેલ્લો ભાગ ખુલ્લો ન રહે તે માટે તમે ત્યાં પાણી નો ઉપયોગ કરી ને ચીપકાવી શકો છો.

ત્યાર બાદ આ રોલ ને એક સીધી જગ્યા પર રાખો દયો. હવે એક મજબૂત અને ધારદાર છરી ની મદદ થી 1 ઇંચ થી 1.5 ઇંચ ના તેને ટુકળા કરી દયો. હવે આ બધા ટુકળા ને એક બાઉલ માં હળવા હાથે થી ભરી દયો.

ત્યાર બાદ હવે ગેસ પર એક કઢાઈ માં તેલ ને ગરમ કરવા મૂકી દયો. હવે ધીમે ધીમે રોલ ના ટુકળા ને તેલ માં તળવાના છે. ધ્યાન રહે ધીમી આંચ પર ગેસ રાખી ને ભાખરવડી ને સોનેરી થાય ત્યાં સુધી તળવા દયો.

હવે ગરમા ગરમ ભાખરવડી તૈયાર છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment