વાળ માટેની સમસ્યાઓથી છો પરેશાન, હવે કરો ઘરે બેઠાજ ઈલાજ

હેલ્લો મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે ઘણા લોકો વાળ ખરવાની કે સફેદ થવાની સમસ્યાથી પરેશાન છે. હાલના સમયમાં આપણે ફાસ્ટ ફૂડ અને ચટપટી વાનગીઓને વધારે મહત્વ આપીએ છીએ જેના કારણે આપણા વાળને પૂરતા પોષક તત્વો નથી મળી રહેતા જેથી આપણે વાળની સમસ્યાથી પરેશાન છીએ. તો આપણા વાળ ને પૂરતાં પોષક તત્વો મળી રહે તે માટે હું તમને અહીંયા કંઈક ઘરગથ્થુ ઈલાજ બતાવીશ જો તમે આ ઉપાયો તમે ટ્રાય કરશો તો તમને સચોટ રીઝલ્ટ જરૂરથી મળશે.

વાળ વધારવા – વાળનો જથ્થો

 • જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.
 • બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક જરુર પડે છે.
 • અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથામાં સરખી રીતે બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.
 • દરરોજ રાતે પાકા કેળાને છૂંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવુ. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવુ, તથા એક આખુ મોટુ કેળુ હોય તો બે લીંબુ અને અડધુ કેળુ હોય તો એક લીંબુ લેવુ.
 • મેંદીના સુકવેલા પાનનો બારીક પાઉડર (જે બજારમાાં મળે છે) પાણીમા પલાળી દરરોજ નહાતી વખતે માથામાાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવુ. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.
 • આમળાના ચુરણવને દુધમા કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાાં આવે તો વાળ વધે છે.
 • તાજા ગોમુત્રમાાં જાસુદના ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામા વાળનો જથ્થો વધે છે. લાબા સમય સુધી પ્રયોગ કરવો.
 • વડના પાન સુકવી તેના પર અળસીનુ તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમા મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમા વાળ ઓછા હોય ત્યા ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.
 • માથાની ટાલ પર ભોયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.
 • ૧-૧ ચમચી શાંખપુષ્પીનુ ચુરણ દરરોજ સવાર, બપોર, સાાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શાંખપુષ્પીનુ શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુાંદર તથા લાાંબા થાય છે.

 • વાળ સફેદ થવા માડ્યા હોય તો દરરોજ દહીં-છાસ આહારમા વધુ પ્રમાણમા લેવા. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરુઆતથી જ દહીં-છાસનુ નીયમીત સારા પ્રમાણમાાં સેવન કરાવતા રહેવુ જોઈએ.
 • શુદ્દ ગાંધક અને શુદ્દ લોહભસ્મ સમભાગે લઈ ખરલમા ખુબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મીશ્રણ ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે.
 • આમળાના ચુણવને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવુાં અને સુકવવુ.) પછી તેનુાં સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે.
 • ગુલાબની પાાંખડીમાાંથી તૈયાર કરેલા ગુલકંદમાાંથી અડધો ગુલકંદ સુયવના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરીયાદો મટે છે.
 • દરરોજ રાતે સુતી વખતે ૧ મોટો ગ્લાસ ભરીને દુધ લઈ તેમાાં ૧ ચમચી બદામનુ તેલ નાખી બરાબર મીશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે.
 • જેઠીમધ અથવા જેઠીમધનુ સત્ત્વ દુધ સાથે દરરોજ સવાર-સાંજ  લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતા જેઠીમધનુ સત્ત્વ વધુ અકસીર છે.
 • વાળમા મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાાં આમળાાં, અરીઠા, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે.

વાળ ખરવા

 • આહારમા કોબીનુ સેવન બને તેટલુ વધુ કરવાથી અને કોબીનો રસ વાળના મુળમાં  ઘસીને પચાવવાથી ખરતા વાળ અટકે છે.
 • ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું  ચૂરણ , ૧/૪ ભાગ શીકાકાઈનું  ચૂરણ  અને ૧/૪ ભાગ મેથીનું  ચૂરણ  રાતે પલાળી રાખી સવારે તેનાથી માથુ  સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.
 • ભાગરાના પાનનો તાજો રસ ૧૫-૨૦ મી.લી. સવાર-સાંજ  પીવાથી ખરતા વાળમાં  ફાયદો થાય છે.
 • શતાવરી, આમળા ભૃંગરાજનું  સમભાગે ચૂરણ  ૧-૧ ચમચી દીવસમાાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ  થાય છે.
 • દીવેલને જરા હુંફાળું  ગરમ કરીને માથાના વાળમાં ઘસવાથી મગજ શાંત  રહે છે તથા ગરમીને કારણે વાળ ખરતા હોય તો તે અટકે છે.

વાળ મુલાયમ

 •  રાત્રે માથામાાં તેલ નાખી, બીજે દીવસે દહીંમાં  આમળાનુ ચૂરણ  ભેળવી માથામાં  ભરી અડધો કલાક રાખી હૂંફાળા  પાણીથી વાળ ધોવાથી વાળ નરમ અને ચમકીલા બને છે. જેમને શરદી રહેતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં.
 • પાણીમાં ચણાનો લોટ નાખી પેસ્ટ બનાવી વાળમા મસળતા રહેવાથી અને સાદા પાણીથી વાળ ધોવાથી થોડા દીવસોમા વાળ મુલાયમ થાય છે.

માથાનો ખોડો

 • કણજીનુ તેલ માથામા નાખવાથી માથાનો ખોડો મટે છે.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ચુલતા નહીં.

 

1 thought on “વાળ માટેની સમસ્યાઓથી છો પરેશાન, હવે કરો ઘરે બેઠાજ ઈલાજ”

Leave a Comment