સખત ગરમી માં હવે ઘરે જ આઇસક્રીમ બનાવો, એક વાર ચાખો એટલે દિવાના થાય જાવ

હેલો મિત્રો ઉનાળાની ગરમીમાં નાના બાળકોને આઇસ્ક્રીમ ખાવા નું ખૂબ જ પસંદ હોય છે અને આઇસ્ક્રીમ નું નામ આવતા જ બાળકો તો રાજીના રેડ થઈ જાય છે અને આવું ઉનાળાની સિઝનમાં આઈસ્ક્રીમ ખાવાનો નાના મોટા સૌને પસંદ હોય છે અને હાલ કંઈક એવી પરિસ્થિતિ છે કે કોરોના મહામારી ચાલી રહી છે જેથી આપણે બહાર ખાવા જવાનું ટાળિયે છીએ. પરંતુ આપણે જો બજાર જેવું આઇસ્ક્રીમ આપણા ઘરે બનાવી શકે તો ઘરના બધા ને મજા પડી જાય.

આ ગરમીઓમાં આઈસ ક્રીમ ખાવાનું તો કોને પસંદ ના હોય. પરંતુ આપાન  અહિયાં હેલ્થી આઇસક્રીમ બનાવીશું અને હાલ બહારની વસ્તુઓ જે ઘરે લાવતા પણ આપણે  ડરીએ  છીએ. કારણ કે આ કોરોના ક્યાંથી  લાગી જે તેનું કી કહીઓ શકતું નથી.

તો ચાલો આજે શીખી જ લઈએ કે બજાર જેવું આઇસ્ક્રીમ ઘરે કઈ રીતે બને છે અને બીજી વાત કે આ આઇસ્ક્રીમ માંથી તમે ફાલુદા પણ બનાવી શકો છો.

આઇસ્ક્રીમ બનાવવાની રીત :-

સામગ્રી:-

  1. 500મિલી ફુલ ફેટ મિલ્ક
  2. 8 ચમચી ખાંડ
  3. GMS પાવડર, CMS પાવડર , કોર્ન ફ્લોર
  4. 2 મોટી ચમચી મલાઈ
  5. 3-4 તાંતણા કેસર
  6. 50 ગ્રામ પિસ્તાની કતરણ

રીત

સૌપ્રથમ આપણે એક મોટી પેનમાં દૂધ લઈશું. આ માટે તમે અમુલ ગોલ્ડ નો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બીજા કોઈપણ ફૂલ ફેટ દૂધ નો ઉપયોગ કરી શકો છો. હવે આ દૂધમાંથી ૧ નાનો વાટકો દૂધ અલગ કાઢી લઈશું અને બીજું વધેલું દૂધ ગેસ પર ગરમ મૂકીશું થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખી દો. ત્યારબાદ સરસ રીતે હલાવી લઈશું. અને ખાંડ ને સારી રીતે મિક્સ થવા દઈશું. જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે ઠંડુ રાખેલું હતું તેમાં કોર્ન ફ્લોર 1 મોટી ચમચી જીએમએસ પાવડર, 1 મોટી ચમચી અને સીએમએસ પાવડર, ૧ નાની ચમચી ઉમેરીશું  અને સારી રીતે મિક્સ કરી લઈશું.  હવે જે દૂધ ગરમ થાય છે.  એમાં આ મિશ્રણ ઉમેરતા  જઈશું અને સરસ રીતે હલાવતા જઈશું જેથી કોઈ ગઠ્ઠા  ના રહે. હવે દૂધને એકસરખું દસ મિનિટ માટે ગેસ પર  હલાવતા રહીશું. હવે આ મિશ્રણને ઠંડુ કરીને એક એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સાત કલાક સેટ થવા માટે  મૂકી દઈશું.  હવે આઈસ્ક્રીમનો બેજ રેડી છે. હવે આઈસ્ક્રીમ એક મોટા વાસણમાં કાઢી લેવુ. સાથે જ તેમાં મલાઈ પણ ઉમેરી દેવી.  (આ સ્ટેજ પર જો તમારે કોઈ બીજા ફ્લેવરનો આઈસક્રીમ બનાવવું હોય તો તમે બીજા કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો છો. )ત્યારબાદ કેસરને દૂધમાં પલાળી દઈશું. આ પલાળેલા કેસરને આઈસ્ક્રીમ સાથે જ મિક્સ કરી દઈશુ હવે બીટરની મદદથી 15 મિનિટ ફેંટી લઈશું. હવે પીસ્તા ની કતરણ પણ ઉમેરી દઈશું અને હવે આ મિશ્રણને એરટાઈટ કન્ટેનરમાં ભરીને શર્મા 6 કલાક માટે મૂકી દઈશું હવે આપણું કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનીને એકદમ તૈયાર છે.

આ આઇસ્ક્રીમને  તમે ફાલુદા બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો જેનાથી ફાલુદામાં કેસર પિસ્તા નો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે

તો મિત્રો આ આઈસક્રીમ ની રેસીપી ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment