શું બાળકો ને હળદર ખવળવવી યોગ્ય છે, શું છે ફાયદા, કેટલી ઉમરે ખવડાવી જોઈએ, જાણો બધી માહિતી

હેલો મિત્રો, હાલ આ કોરોના મારામારીનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે. અને હાલ તો કંઈક એવા પણ સમાચાર મળે છે. કે નાના બાળકોમાં પણ આ વાયરસ ની અસર જોવા મળે છે. તો જો આપણે ઘરે નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવી વસ્તુઓ ભોજનમાં લઈએ તો આ બિમારીનું જોખમ ઓછું રહે.

તો મિત્રો આ વસ્તુ બીજી કોઈ જ નહીં પરંતુ આપણા રસોડામાં રહેલી હળદર જ છે. આમ તો રસોડાને એક વૈદ્ય કહેવામાં આવે છે. અને તેમાંય જો હળદર વિશે વાત કરીએ એતો સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો છે. હળદર એ નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા માટે ગુણકારી છે.

તો ચાલો આજે જાણી લઈએ કે હળદર ના શું ફાયદા છે. અને કઈ રીતે જમવામાં લઈએ તો તે ફાયદાકારક સાબિત થાય છે. હળદરનું રોજ સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. અને યાદશક્તિ સુધરે છે તથા સ્ફૂર્તિ વધારે છે.

શ્વાસની સમસ્યા માં હળદર ગુણકારી છે સ્વાસ્થ સમસ્યાથી પીડાતા લોકો એ દૂધમાં હળદર ભેળવીને સેવન કરવાથી તેઓની સમસ્યા દૂર થાય છે. અને કફ પણ દૂર કરે છે.

નાના બાળકોને હળદર ખવડાવી એ ગુણકારી છે. નાના બાળકોને ખવડાવવા માટે એક કપ દૂધમાં એક ચપટી હળદર નાખી અને આપી શકાય છે. નાના બાળકોને ખવડાવવાથી પાચન સારી રીતે થાય છે હળદર પીત્તનો રસ ઉત્પન્ન કરે છે. જેથી પાચન ક્રિયા સારી થાય છે. હળદર 1 વર્ષથી ઉપરના બાળકોને આપવી જોઈએ. 

બાળકને કફ શરદી હોય તો પણ આ હળદર વાળું દૂધ લાભદાયી નીવડે છે. અને બાળકોમાં કોરોના ના લક્ષણો દૂર કરવામાં મદદરૂપ થાય છે.

જો તમને સુસ્તી અને થાક લાગતો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીવો જે તમારા માટે રામબાણથી  કમ નથી.

જો તમને કોરોના ના લક્ષણો દેખાતા હોય તો તમે ગરમ પાણીમાં મીઠું અને હળદર ઉમેરી ને કોગળા કરવાથી લાભદાયી સાબિત થાય છે. અને બીજું ગરમ દૂધમાં હળદર ઉમેરી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કફ નો ભાગ દૂર કરે છે.

જો ગળામાં ચિકાસ જેવું લાગતું હોય તો લીંબુના રસમાં મીઠું અને હળદર ઉમેરીને કોગળા કરવાથી ગળા ની ચીકાશ જરૂરથી દૂર થશે.

જો તમારે લોહીની ઉણપ હોય તો દૂધમાં હળદર ઉમેરી ને પીવાથી તે દૂર થાય છે.

ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. અને જો કોઈને થવાની શક્યતા હોય તો તેઓ પણ આ પ્રયોગ કરી શકે છે. એવું તો સંભાળ્યું જ હશે કે કે ડાયાબિટીસના દર્દીઓને જલ્દીથી હા રુજાતા થતા નથી તેના માટે પણ હળદર લાભદાયી છે.

હાલ આ junk food ના જમાનામાં ઘણા લોકોમાં લોહીનો બગાડ જેવી બીમારી જોવા મળે છે. તો તેવા દર્દીઓ માટે પણ હળદર હિસાબી થાય છે તે લોકોએ હળદર વાળું પ્રાણી એક અઠવાડિયા પીવું જોઈએ.

કેન્સરના દર્દીઓ એ પણ હળદરનું સેવન કરવું જોઈએ જે તેમના માટે લાભદાયી સાબિત થાય છે. આ દર્દીઓએ હળદરની ગોળીઓમાં કડવા લીમડાને ભેળવીને લેવું જોઈએ. 

હા ગર્ભવતી મહિલાઓએ હળદરનું સેવન ના કરવું જોઈએ.

જો તમારા હાથ રસોડામાં કામ કરતી વખતે દાઝી ગયા હોય તો તેના પર હળદર અને એલોવેરા લગાવવાથી બળતરા ઓછી થાય છે. અને ડાઘ પણ રહેતો નથી.

તમે હળદર નું જ્યુસ બનાવીને પણ પી શકો છો. જ્યુસ બનાવવા માટે હળદરમાં  લીંબુ, સ્વાદ અનુસાર મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી મિક્સરમાં જ્યુસ બનાવી અને પી શકાય  છે. 

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment