ઘરે જ બનાવો બહાર જેવા બ્રેડવડા, સ્વાદ એવો કે ખાતા નહીં ધરાવ

હેલ્લો મિત્રો, દહીવડા, બટાટા વડા વગેરે વિષે તો તમે સંભાળ્યું જ હશે. પરંતુ આજે અહિયાં આપણે કઈક નવી વાનગી વિશે વાત કરીશું. તો આજે આપણે બ્રેડ વડા વિશે વાત કરીશું. નાના બાળકોને દરરોજ કઈક નવી વાનગી જ ખાવી હોય છે. તો આજે તેમના માટે બ્રેડ ની આ નવી વાનગી આપણે લાવ્યા છીએ.

આ બ્રેડ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ક્યારેક આપના ઘરમાં અચાનક મહેમાનો ની લાઇન લાગી જાય છે. ત્યારે ફટ ફટ નાસ્તો બનાવવા માટે આપણે રેસીપી શોધતા જ હોઈએ છીએ. તો આજે આ નાસ્તો જટ પટ બની જાય તેવો નાસ્તો છે. ગમે ત્યારે ગમે તેટલા મહેમાનો હોય ફટાફટ આ નાસ્તો બની જશે. નાના બાળકો થી લઈને મોટા બધાને બ્રેડ તો ભાવતી જ હોય છે. આ બ્રેડ વડા જો તમે એક વાર બનાવીને તમારા બાળકો ખુશ થઈ જશે. તો ચાલો કેમ બનાવીશું આ વાનગી તેની રીત જોઈએ.

બ્રેડ વડા બનવાવની રીત :

બ્રેડ વડા માટેની સામગ્રી:

 1. 2 મોટા બટાકા
 2. 6 બ્રેડની સ્લાઈસ
 3. 1 કપ ગ્રામ ચણાનો લોટ
 4. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
 5. 1/2 ટી.સ્પૂન હળદર
 6. 1/2 ટી.સ્પૂન ધાણા પાવડર
 7. 1/2 ટીસ્પૂન શેકેલી જીરું પાવડર
 8. 1/2 ટીસ્પૂન ગરમ મસાલા
 9. 1/2 ટીસ્પૂન ચાટ મસાલા
 10. સ્વાદ અનુસાર મીઠું
 11. સ્વાદ અનુસાર લીલા ધાણા અને લીલૂ લસણ
 12. તળવા માટે 2 કપ તેલ

બ્રેડ વડા બનાવવા માટેની રીત :

બટાકાની છાલ કાઢીને સારી રીતે ધોઈ નાખો, તેને ટુકડા કરી એક પેન માં થોડું પાણી ઉમેરીને બાફી લેવા અને ત્યારબાદ બ્રેડની ચારેય બાજુની કિનારીઓ કાપી નાખો.

હવે એક વાસણમાં 1 કપ ચણાનો લોટમાં થોડું મીઠું અને લાલ મરચું નાખો અને થોડો ઘટો લોટ ડોઈ લેવો.

હવે બટાટાને ચમચી વડે સ્મેશ કરી લો અને બધા મસાલા નાખો અને એક પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરો અને બટાકાના મસાલાને  થોડો સાંતળી લો, પછી તેને થોડો ઠંડુ કરો અને નાના બોલ્સ બનાવી લો.

હવે એક થાળીમાં પાણી લો અને તેમાં બ્રેડની સ્લાઈસને હાથથી દબાવો અને પછી હાથથી દબાવિને પાણી બરાબર રીતે નિતારી લેવો. પછી તેમાં બટાકાની એક બોલ મૂકો અને તેને એક બોલના શેપ માં  બનાવો, તે જ રીતે બધા બોલ બનાવો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ચણાના લોટમાં બનાવેલા બોલ્સને ડીપ કરીને ડીપ-ફ્રાય કરો અને ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

તો ચાલો આપણા બટાકાના બ્રેડ વડા તૈયાર છે, તમે તેને કેચઅપ અથવા ચટણી સાથે ગરમા – ગરમ પીરસો.

નોંધ:- જો તમને ચીઝ પસંદ હોય તો તમે બટાકાના મસાલામાં ચીઝ ઉમેરી શકો છો. જેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. અને બાળકોને તે ખૂબ જ ભાવશે.

તો મિત્રો આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બાળકો થી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવે છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment