કાચી કેરી ના આમ પાપડ, ચટાકેદાર-ઝનઝનીત,ઘરે જ બનાવો આ સિજન માં

હેલ્લો મિત્રો, મજામાં ને આજે હું અહિયાં તમારા માટે નાના અને મોટા બધાને પસંદ વાનગી લઈને આવી છુ. તો જાણીએ એ વાનગીનું નામ તો મિત્રો અહિયાં આપણે આમ પાપડ ની વાત કરી રહ્યા છીએ. તમે જાણો જ છો કે અત્યારે ઉનાળાની સીજન ચાલી રહી છે. અને ઉનાળાનું નામ લેતા જ બધાને કેરી યાદ આવે છે. કેરી એ આમાં તો ફાળો નો રાજા કહેવાય છે. પરંતુ એ લોકોના દિલ નો પણ રાજા હોય છે. કેરી ખાવાની મજા તો બધાને આવતી જ હશે. તેમાં પણ કાચી કેરી તો બાળકોને બહુ જ પસંદ હોય છે. અને કેરી જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી હેલ્થી પણ હોય છે. કેરી ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે તો વળી કેરી કેન્સરના રોગ માં પણ ફાયદામંદ છે. તો કેરી જલદી વૃદ્ધ થતાં અટકાવે છે તેમજ પાચન ક્રિયામાં પણ મદદરૂપ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને લૂ થી બચાવે છે. તો આજે આપડે કાચી કેરી માંથી બનતી એક વાનગી જેવી કે આમ પાપડ વિશે અહિયાં વાત કરીશું.

આમ પાપડ કાચી કેરી અને પાકી કેરી એમ બંને ના બને છે પરંતુ કાચી કેરીનાં આમ પાપડ ખાવાની ખૂબ મજા પડે છે. આમ પાપડ દેખાવ માં પણ એટલા જ સરસ હોય છે તથા તે ઉનાળાની કાળજાળ ગરમીમાં મો પણ સુકાવા નથી દેતા. અને જેટલા તે દેખાવમાં સરસ છે તેટલા જ તે હેલ્થી પણ છે. આમ પાપડ ને તમે સ્ટોરે પણ કરી શકો છો. તમે બહાર ફરવા તથા લોંગ ડ્રાઈવ પર જાઓ ત્યારે તમે સાથે લઈ જઈ શકો છે. તો ચકલો મિતગ્રો આપણે જાણીએ ક આમ પાપડ કેવી રીતે બને છે.

આમ પાપડ બનાવવાની રીત:-

સામગ્રી:-

  • 500 ગ્રામ કાચી કેરી
  • ખાંડ 1 વાટકી
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો
  • 1 ચમચી જીરું પાવડર
  • 1/4 ચમચી મીઠું
  • ફૂડ કલર (લીલો)
  • 1/2 ચમચી તેલ

રીત:-

સૌપ્રથમ કેરીને સરસ રીતે ધોઈને તેની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ કેરીને નાના ટુકડામાં કટ કરી લઈશું. હવે એક પેનમાં 1/2 કપ પાણી લઈ તેમાં કેરીના ટુકડા ઉમેઋ તેને 7 થી 9 મિનિટ ચડવા દઇશું. હવે આ કેરી અને આદુના ટુકડાને છલ ઉતારીને આપણે મિક્સર જારમાં સરસ રીતે પીસી લઈશું. હવે આ પલ્પને એક પેનમાં ધીમી આંચ પર મૂકીશું. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, જીરું પાવડર, મીઠું અને ફૂડ કલર ઉમેરીશું. હલાવતા રહીશું. થોડી વાર પછી તેમાં આપણે ખાંડ ઉમેરીશું. હવે તેને 15 મિનિટ સુધી ચડવા દઇશું. ત્યારબાદ એક ડિશમાં તેલ લગાવી આ પલ્પને તેમાં સરસ રીતે ફેલાવી દઇશું. હવે આ આમ પાપડ ને 2 દિવસ સુધી તડકામાં સુકાવા દેવાના છે. ત્યારે આપણે સુકાવા મૂકીએ ત્યારે તેના પર આછું કપડું ઢાંકીને રાખીશું સીધો સૂર્યપ્રકાશ આમ પાપડ પર પડવો ના જોઈએ. બરાબર સુકાઈ જાય એટલે આપણે વ્યવસ્થિત રીતે આપણે ડિશ માંથી ઉખાડી લઈશું. હવે તેને તે જ ડિશ ને ઊલટી કરી તેના પર મૂકીશું અને તેને લાંબી પટ્ટીઑ માં કટ કરી લઈશું. અને ત્યારબાદ તેના રોળા કરી લઈશું. જો તમને ચોરસ ટુકડામાં પસંદ હોય તો તમે ચોરસ ટુકડા પણ કરી શકો છો. તો રેડી છે ટેસ્ટી અને હેલ્થી આમ પાપડ.

તો મિત્રો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો.

Leave a Comment