GUJARATI JOKES 2021 ગુજરાતી માં જબરદસ્ત જોક્સ

પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ………………….
આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’–
લિ. સોનલ.(ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ ગોરો, બાળકો નથી.)😜🤣😃😃😃

પપ્પુ : – યાર હું આખી રાત ટ્રેન માં સૂઈ શક્યો નહીં, એક તો ઉપર ની સીટ હતી અને ગરમી પણ ખૂબ જ હતી..

ભૂરો : – અરે, તારે સીટ બદલવી જોઈતી હતી ને.

ગટ્ટુ: – કેવી રીતે બદલાવું? નીચેની સીટ પર કોઈ આવ્યું જ નહોતું..🤣😃😜😜

પાપા: – ટિંકુ, શું વાંધો છે, તારી મા આજે કેમ મૂંગી બેઠી છે?

ટીંકુ: – બસ એમજ પપ્પા, આજે તેને મારી પાસે લિપસ્ટિક માંગી અને મે ભૂલ થી ફેવીસ્ટીક આપી દીધી..

પાપા (હસતાં હસતાં ): – જુગ-જુગ જીયો મેરે લાલ… બાપ જે નો કરી શક્યો એ દીકરાએ કરી બતાવ્યું🤣😃😜

પત્નીઃ હું તમને કેટલી સારી લાગું છું
પતિઃ ઘણી બધી
પત્નીઃ પણ કેટલી એતો ક્યો?
પતિઃ એટલી કે મન કરે કે તારા જેવી જ બીજી લાવી દઉં😃🤣😜😜

છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.
છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?
છોકરો : મહિને 18000 રૂપિયા.
છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..
છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા…🤣😜😃😃😃

ભૂરો પરિક્ષા 📝 મા બેંચ ઉપર જુવાર ના દાણા જોતો હતો…
શિક્ષકે બાજુમા આવીને પુછયું : જુવારના દાણાથી શુ કરે છે?
ભૂરો : માતાજી રજા આપે તો લખવાનું ચાલુ કરુ ને…😋😂😃

આજ કાલ છોકરાવ ને ગરમી લાગે નહીં એટલે માતા પિતા તેમને મનાલી, કાશ્મીર કે ગોવા લઇ જાય ……
અને અમે નાના હતા ત્યારે ગરમી લાગવાનું કહીયે તો પકડીને ટકોકરાવી નાખતા……
😜😜😂😂🤣🤣😆😆

કૃષ્ણને ૧૬૧૦૮ રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા આજકાલના છોકરાઓને
૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર 😂

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,

RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…

😜😝😝😝😝

એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે.
પહેલો પાગલ : કેમ ?
બીજો પાગલ : તેં હેલ્પેટ નથી પહેર્યું.
પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.
😜😂😜

બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો?
….
એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 😝😝😝

છગન કેળું ખરીદવા ગયો,
છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે?
કેળાંવાળો : ૧૦ રૂપિયા..
છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને.
કેળાંવાળો : ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે.
છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.
😂😂😂

જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!
જગો:- હેલ્લો કોણ?
છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા
જગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?
છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!
જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????
છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો!
જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!
😂😂😂😂😂😂😂😂

પોલીસ : અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે.
માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 🙂

ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર…..
એક સિંહ…બસમાં ચડ્યો……
બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….
સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…
કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ….કેમ?
સિહે પાછળ વળી ને કહ્યું…
શેર….કૉ..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….
😳😉😂😃😄

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …
ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …
૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો , બોલો સાહેબ સુ આપુ??
ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….😂😂😂

ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?
દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો
ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.
દર્દી : આ કયા દુખાવાની દવા આપી?
ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.
😂😝😂

એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.
જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.
આ વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા..- LIC Agent 😂

વિમાન ઉડયા પછી થોડીક જ વાર પછી અચાનક જ કૉકપીટમાથી પાઈલોટે જોરથી બૂમ પાડી…
..
Oh my God……

વિમાનમા એક ભયાનક શાંતિ છવાઈ ગઈ..
લોકો બીકના માર્યા એક બિજા સામે જોવા લાગ્યા. બધાના મોઢા પીળા પડી ગયા.
થોડી વારમા જ પેલા પાઈલોટે બધાની માફી માંગી..
યાત્રીઓ, માફ કરજો….* *મારા પેન્ટ ઉપર ભુલથી ગરમ ગરમ કોફી ઢોળાઈ ગઈ હતી, અને ભૂલથી માઈક ચાલુ રહી ગયુ ને બધાને સંભળાઈ ગયુ.
તમારે કોઈને ચેક કરવુ હોય તો અહિ આવીને મારી પેન્ટ જોઈ શકો છો…
એક યાત્રી બોલ્યો ,
તુ અહિ આવીને અમારુ પેન્ટ જો…😂😂😀🤣

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment