ગરમા ગરમ ગુજરાતી જોકસ હો, હસવું નો આવે તો પૈસા પાછા !!!

અમેરિકા વાળા: તમે ઇલેક્ટ્રિક વાયર આટલા ઊંચે કેમ રાખો છો?

ભારત વાળ: અમારા બૈરાઓ તેના ઉપર કપડાં ન સુકવે ને એટલા માટે !🤣🤣🤣

 

છોકરો(ખૂબ જ ગુસ્સા માં ) શું રે!!! સવારે કેટલા હોર્ન માર્યા,

તું બાલ્કની  માં કેમ નો આવી ??

છોકરી ( આશ્રય થી ) : હાય હાય , એ તું હતો ??

મને એમ કે ઇડલી વાળો છે …😁😜😜

 

સાહેબ: બેટા, રહીમ ના દોહા બોલ તો.

છોકરો: મને નથી આવડતા .

સાહેબ: અરે , જેવા આવડે એવા બોલ

છોકરો: કભી પ્યાસે કો વોટર પિલાયા નહીં ,

બાદ મે ક્વાટર પિલને સે કયા ફાયદા ..

સાહેબ: બેસી જા, કામના ટાઈમે ધ્યાન ભટકાવે છે.. 😁😜😃

 

દુનિયા માં ત્રણ જ લોકો  એવા છે

જેની વાતો સ્ત્રીઓ ધ્યાન થી સાંભળે છે

અને માને છે

1. દરજી

2. ફોટોગ્રાફર

3. બ્યુટીપાર્લર વાળી

બાકી તો એ કોઈ ના  બાપ નું  સાંભળતી નથી 😁😜😃

 

એક ડોહી ફિલ્મ જોવા ગઈ ..

દર 15 મિનિટે તે થમ્સ અબ ની બોટલને મોઢું લગાવે અને પછી તેને ત્યાંજ મૂકી દેતી હતી..

પાસે બેઠેલો પપ્પુ આ જોઈ ને ગુસ્સે થય ગયો

તેને બોટલ ઉઠાવી અને એક જ વાર માં આખી બોટલ ખાલી કરી નાખી .. અને

હોશિયારી મારતો બોલ્યો..

“આવી રીતે પીવે થમ્સ અબ , માંજી”

ડોહી, પણ બેટા, તને કોને કહ્યું કે ,

આ બોટલ માં સોડા હતી.

હું તો એમ પાન થૂકતી હતી 🤣😁😜😃

પપ્પુ એ એ પછી કોઈ દી થમ્સ અબ પીધી નથી 🙄🙄

અમરિકન: અમારા  દેશમાં બધા રાઇટ સાઈડ થી ગાડી ચલાવે છે

તમારા દેશ માં શું સિસ્ટમ છે ??

ભારતીય : અમારે એવું કી ફિક્સ નથી ,

એટલે કે સામે વાળો કી બાજુ થી આવે છે એ

હિસાબે અમે એડજસ્ટ કરી લઈ 😂🤣😁

 

માંડ એમ થાય કે હવે બધુ બરાબર છે

હવે લાઈફ માં કોઈ પ્રોબ્લેમ નથી

ત્યારેજ  ઈયરફોન એક બાજુ થી વાગતા બંધ થય જાય..😂🤣😁

મુંબઈ  તાજ હોટેલ સામે બે દારૂડિયા બેઠા હતા

પેલો: હું વિચારું છું કે તાજ હોટેલ ખરીદી લવ

બીજો: હું  વેચુ તો તું લેને 😎😂🤣

 

પતિ: આ આલુ પરાઠા માં ક્યાંય આલુ તો દેખાતા નથી ..!!!

પત્ની: ચૂપચાપ ખાઈ લ્યો .. “કાશ્મીરી પુલાવ માં ક્યાંય કાશ્મીર દેખાય છે?

હાલ જ આવે ખબ ખબ 😂🤣😁😀

ટીચર: ગાય માં અને ગોવાળ માં શું ફેર હોય ..

હું: ગાય ચોક્ખું દૂધ આપે અને

ગોવાળ પાણી વાળું આપે

ઢીબી નાખ્યો હો.. 😂😋🤣

પપ્પુ: ભાઈ 1 કેળું લેવું હોય તો કેટલાનું  આવે ?

કેળાં વાળો : 10 રૂપિયા નું એક

પપ્પુ: અરે ભાઈ 4 રૂપિયા માં આપી દે ને

કેળાં વાળો : ગાંડા, 4 રૂપિયા માં તો ખાલી છાલ જ આવે ..

પપ્પુ: આ લે ગાંડા, 6 રૂપિયા,

અને ખાલી કેળું આપી દે, છાલ તું રાખી લે 😂😃🤣😁

 

બેન: આ ટીવી કેમ આપી ભાઈ ?

ટીવીવાળો : 55000 રૂપિયા ની એક

બેન: અરે, આ તો બોવ જ મોંઘી છે, એવું તો શું ખાસ છે અમાં ?

ટીવીવાળો: બેન આ ટીવી માં લાઇટ ગયા પછી ઓટોમૈટિક બંધ થાય એ સીસ્ટમ છે

બેન: ઓહો, તો  તો એક પેક કરી દયો …😁😂🤣

 

એક ગામમાં પૂર આવ્યું.😜
તો મીડિયાના લોકો ગામના સરપંચ પાસે ગયા અને કહ્યું: તમારા ગામની વસ્તી સરકારી રજિસ્ટરમાં પાંચસો છે અને નવસો લોકોને અત્યાર સુધી નદીમાંથી કાઢવામાં આવ્યા છે, એવું કેવી રીતે?
સરપંચ: રજિસ્ટરનું ખાતું બરાબર છે! એવું છે કે આપણા ગામમાં કોઈએ હેલિકોપ્ટર જોયું નથી, ✈✈
એટલે સેના ના માણસો લોકો ને બહાર કાઢે છે અને તેઓ ફરીથી પાણીમાં કૂદીને હેલિકોપ્ટર ઉપર ચઢી જાય છે !!
સાચું કવ તો , હું જાતે નવ કે દસ વાર પાણીમાં કૂદી ગયો છું.😂😁

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment