હવે ઘરે જ બનાવો કપ કેક(યમ્મી અને સ્વીટ કેક), સ્વાદ નો બેતાબ બાદશાહ

હેલ્લો મિત્રો, કપ કેક નું નામ આવતા જ નાના બાળકો તો શું મોટાઓ ના મોમાં પણ પાણી આવી જાય છે. કપ કેક દેખાવમાં ક્યૂટ અને એટલા સુંદર હોય છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. નાના અને મોટા બધાને કેક તો પ્રિય જ હોય છે. ઘરે કેક લાવવા માટે કોઈક ના બર્થડે ની રાહ જ જોવાતી હોય છે. પરંતુ દરરોજ તો આ કેક ઘરમાં લાવતી નથી.

તો ચાલો આજે ઘરે જ કપ કેક બનાવવાની રીત જોઈએ. ઘરે બનાવેલી કપ કેક હેલ્થી અને ટેસ્ટી પણ તેટલી જ લાગશે. ઘણા લોકો ઈંડા નથી ખાતા તો આજે આપણે અહિયાં ઈંડા વગરની કપ કેક બનાવવાની રીત જોઈશું. હા કપ કેક બનાવવી બધાને જ ઘરે અઘરી લાગે છે. પરંતુ તેવું કઈ જ નથી. કપ કેક ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. ખૂબ જ થોડી સામગ્રી સાથે તમે ઘરે કપ કેક બનાવી શકો છો. ઘરે કપ કેક બનાવવા માટે તમારે અત્યારે ઓવન ની પણ જરૂર નથી.

કપ કેક બનવાની રીત : 

કપ કેક બનાવવા માટે સામગ્રી:

1 મેંદાનો  લોટ

1/4 કપ કોકો પાવડર

1 ચમચી બેકિંગ સોડા

1 ચમચી બેકિંગ પાવડર

3/4 કપ ખાંડ પાવડર

1/2 કપ તેલ

1 કપ છાશ

રીત :

સૌ પ્રથમ બધી સૂકી સામગ્રીને મિક્સ કરો અને તે પછી તેલ અને છાશ નાખો, અને સ્કારીતે મિક્સ કરી લો એ ધ્યાન રાખવું કે તેમાં કોઈ ગઠઠા ના રહે , તે પછી કોકો પાવડર નાખો અને તેને પણ સારી રીતે મિક્સ કરો, કોકો પાવડર પહેલા પણ તમે ઉમેરી શકો છો.

તૈયાર કરેલ મિશ્રણને કપ માં સારી રીતે નાખી ડો. ત્યાર બાદ તેના પર જો તમને પસંદ હોય તો ચોકોલેટ બોલસ નાખી શકાય છે. હવે કુકર ને ગેસ પર 5 મિનિટ સુધી ગરમ થવા માટે મૂકી દઇશું. હવે તેમાં બેટર ભરેલા કપ સારી રીતે ગોઠવી દઇશું. અને તેને ઢાંકીને સારી રીતે પાકવા દઇશું. ધ્યાન રાખવું કે આપણે પાણી વગર જ ચડવા દેવાનું છે તો આપણે તેને ધીમા ગેસ પર જ ચોડવીશું. સારી રીતે પાકી ગયા બાદ તેને બહાર કાઢી લઈશું. હવે તેને ઠંડી થવા દઇશું. અને ત્યારબાદ તેને આપણે વ્હીપિંગ ક્રીમ થી ગાર્નિશ કરીને સર્વ કરીશું. જો તમને ઠંડી કપ કેક પસંદ હોય તો તેમણે ફ્રિજ માં ઠંડી થવા માટે મૂકી શકો છો. તો આ કપ કેક તૈયાર છે તમે કપ કેક ને કોફી અથવા ચા સાથે એન્જોય કરી શકો છો. અને જો બાળકોને સર્વ કરવી હોય તો તેમાં ઉપરથી ચોકોલેટ સોસ નાખી શકાય છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment