હવે ઘરે જ બનાવો પોચા રૂ જેવા લાઈવ ઢોકળા, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો

હેલો મિત્રો કોરોના મહામારી ચાલી રહી છે અને ઘણી જગ્યાઓએ તો લોકડાઉન પણ કરી દેવાયું છે. તો આવી સ્થિતિમાં દરરોજ શું બનાવવો એ પ્રશ્ન થાય છે. તો આજે આપણે એક એવી વાનગી વિશે વાત કરી શકે છે તમારા ઘરમાં બધાને ભાવતી હોય છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે.

મિત્રો એ તો તમને ખબર હશે કે ગુજરાતના લોકો એટલે  ઢોકળા ફેમસ છે હાલ તો અત્યારે ઢોકળા માં પણ ઘણું અવનવું જોવા મળે છે. જેવું કે લાઇવ ઢોકળા, વઘારેલા ખમણ, રસાવાળા ખમણ, સાદા ખમણ વગેરે. જ્યારે સુરત ના લગ્ન પ્રસંગનું નામ લઈએ તો તેમાં લાઈવ ઢોકળા તો હોય જ છે અને એ ખાવાની ખૂબ જ મજા પડે છે અને મજા પણ કોને ના પડે જો ગરમા ગરમ કોઈ વસ્તુ આપણને પીરસતી હોય અને તે આપની પિરિ વસ્તુ હોય  તો  ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. અને એમાં પણ સુરત ના ઢોકળા એટલે વાત જ અલગ. અને મિત્રો તમે એ પણ વાત સાંભળી જ હશે કે કાશીનું મરણ અને સુરતનું જમણ એવી કહેવત પણ છે સુરતીઓ ખાવાના બહુ શોખીન હોય છે.

તો આજે આપણે અહીંયા બિલકુલ લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા લાઇવ ઢોકળા ની રીત જોઈશું.

લાઈવ ઢોકળા બનવાવની રીત:-

સામગ્રી

ઢોકળા માટે:- 

ચોખા 3 વાટકી

મગની દાળ  1 કપ

અડદની દાળ 1/4 કપ

ખાવાનો સોદા 1/3 ચમચી

હળદર 1/2 ચમચી 

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરૂરિયાત મુજબ

લાલ ચટણી માટે:-

લસણ 9-10 કાળી

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરુરુયત મુજબ

લીલી ચટણી માટે:- 

ઢોકળા 3-4  નંગ

લીલું મરચું 1 નંગ

ધાણા 1/2 કપ

લીંબુનો રસ 1/2 ચમચી

મીઠું સ્વાદ અનુસાર

ઢોકળા બનવાવની રીત

સૌપ્રથમ ચોખા મગની દાળ અને અડદની દાળ બધુ અલગ અલગ પાંચથી છ કલાક પલળવા દઈશું. ત્યારબાદ તેમને સારી રીતે ધોઈને મિક્સરમાં વાટી લઈશું. ત્યારબાદ એક મોટા વાસણમાં આથો લાવવા માટે વ્યવસ્થિત ઢાંકી ને છથી સાત કલાક માટે મૂકી દઈશું. હવે આ તો આવી જાય એટલે તમારે જેટલું ખીરૂં વાપરવું હોય કેટલું અલગ લઈ લો અને ખીરામાં મીઠું ખાવાનો સોડા અને હળદર મિક્સ કરી લઈશું. અને જો ખીરું તમને જાડુ લાગે તો તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકો છો. ત્યારબાદ જીરાને એ ગ્રીસ કરેલી ડીશ માં સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી લાલ મરચું કરીશ હવે સ્ટીમરમાં ઢોકળાને પાંચથી સાત મિનિટ સ્ટીમ થવા માટે મુકીશું. સ્ટીમ થઈ ગયા બાદ ગાર્નિશ માટે પ્લેટ માં કાઢી લઈશું. 

લાલ ચટણી બનાવવાની રીત

લસણ લાલ મરચું મીઠું આ બધું મિક્સ કરીને ક્રશ કરી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરીશું.

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવી એ ખૂબ જ સરળ છે જે ઢોકળા બનાવ્યા છે. તેમાંથી બે પીસ લઈ લો અને સાથે એક મરચું લીંબુનો રસ કોથમીર અને મીઠું એડ કરી મિક્સરમાં ક્રશ કરી લો લીલી ચટણી તૈયાર છે.

હવે સર્વ કરવા માટે ઢોકળા પર સીંગતેલ લાલ અને લીલી ચટણી થી ગાર્નિશ કરીને સર્વ કરીશું.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment