સોનુ સુદ એક રિયલ લાઇફ હીરો- જાણો તેના અંગત જીવન વિશે

મિત્રો, આ કોરોના કાળ માં ઘણા લોકો મદદે આવ્યા હતા પરંતુ સોનું સુદ ની ની વાત જ કઈક અલગ છે. સોનું સુદ અને તેની ટીમ દ્વારા એક અભિયાન ચલાવવા માં આવ્યું હતું જેમાં જે કોઈ પણ લોકો ને જરૂરિયાત હોય તેની મદદ કરતાં હતા.

સોનું સુદ નો જન્મ 30 જુલાઇ 1973 માં પંજાબ માં થયો હતો. તે સૌ પ્રથમ મોડેલ તરીકે કરિયર ની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ફિલ્મ ઇંડસ્ટ્રી માં પણ આવ્યા અને એક થી એક ચડિયાતી ફિલ્મ પણ આપી. સોનું મોટા ભાગે ફિલ્મ ની અંદર વિલન નો રોલ જ કરતાં હોય છે પરંતુ રિયલ લાઇફ તેઓ ખૂબજ દયાળુ અને ઉદાર ભાવ વાળા માનવી છે.

સોનું સુદ હિન્દી, કન્નડ અને તેલુગુ તમિલ ફિલ્મ કરી ચૂક્યા છે.  અચરજ ની વાત એ છે કે તે બધીજ ઇંડસ્ટ્રી માં હિટ રહ્યા છે. સોનું સુદ મિસ્ટર ઈન્ડિયા માં પ્રતિ સ્પર્ધી પણ રહી ચૂક્યા છે. તેમણે અપોલો ટાયર અને એરટેલ જેવી કંપની ની જાહેરાત પણ કરી ચૂક્યા છે.

તમને કદાચ ખબર નહિ હોય કે 2020 માં આવેલા કોરોના મહામારી માં લોકો ની મદદ માંતે તેમણે સયુક્ત રાષ્ટ વિકાશ કાર્યક્રમ દ્વારા માનવવાદી ક્રિયા માંતે “માનવતાવાદી ક્રિયા” પુરસ્કાર પણ આપવા માં આવ્યો છે.

સોનું સુદે એક તેલુગુ મહિલા સાથે લગ્ન કર્યા છે અને તેમણે 2 પુત્રો પણ છે. સોનું સુદે લોકો ની સહાય માંતે એક સંસ્થા ની સ્થાપના કરી છે જેનું નામે “સુદ ચેરિટિ ફાઉન્ડેશન ” છે.

કોરોના મહામારી માં સામાજિક કાર્ય 

2020 માં જ્યારે રાષ્ટ વ્યાપી કોરોના મહામારી આવી ત્યારે લોકો અને મજૂરી ની મદદે સોનું સુદ આવ્યા હતા. જ્યારે ભારત માં લોકડાઉન નો સમય ચાલતો હતો ત્યારે તેમણે બસો, ખાસ ટ્રેન અને ફ્લાઇટ દ્વારા લાખો લોકો ને તેમના ઘર સુધી પહોંચાડવા માં મદદ કરી હતી.  જુલાઈ, २०૨૦ માં, તેમણે કિર્ગીસ્તાનમાં બિસ્કેકથી વારાણસી જવા માટે ફસાયેલા 15000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને લઈ જવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી .

લોકો તમને ફિલ્મી હીરો નહીં પણ રિયલ લાઇફ હીરો માંને છે . ઘણા લોકો તો દુઆ કરે છે કે આ માણસ 1000 વર્ષ સુધી જીવે અને ખૂબજ તરક્કી કરે. લોકો નો આટલો પ્રેમ સોનું સુદ ની ઉદારતા છે.

જ્યારે 2021 માં કોરોના ની બીજી લહેર ચાલતી હતી તે દરમ્યાન ઑક્સીજન ની કમી સર્જાઇ હતી. તો સોનું સુદે એક અભિયાન ચલાવ્યું જેમાં લોકો તેમની ટીમ નો સીધો સંપર્ક કરી શકતા હતા. જે કોઈ પણ લોકો ને ઑક્સીજન ના બાટલા ની જરૂર હોય અને તે ટીમ નો સંપર્ક કરે તો તેમણે ટુંક સમય માંજ ઑક્સીજન ની વ્યવસ્થતા કરી આપવા માં આવતી હતી. આ કામ ઘણુજ કઠિન હતું કેમ કે જે કામ સરકાર ના કરી ચૂકી તે કામ સોનું સુદ દ્વારા કરવા માં આવતું હતું.

જ્યારે આપણ દેશ માં ઑક્સીજન ની અછત સર્જાઇ હતી તે ગાળા માં સોનું સુદે વિદેશ થી ઑક્સીજન સિલિન્ડર મંગાવ્યા હતા અને લોકો સુધી પહોંચાડ્યા પણ હતા.

મિત્રો સોનું સુદ ફક્ત ફિલ્મી હીરો જ નહીં પણ એક રિયલ મેન હીરો પણ છે. ફિલ્મ માં તો ઘણા હીરો હોય પણ રિયલ લાઈફ માં સોનું સુદ જેવા કોઈક જ રતન હોય છે. જો તમને સોનું સુદ નો આ કામ ગમ્યું હોય તો દિલ થી એક લાઇક આપવા નું ભૂલતા નહીં.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

સોનું સુદ માટે દિલ થી એક લાઇક અને શેર તો બને જ …

Leave a Comment