ડાબા પડખે સુવાથી થાય છે અઢળક ફાયદાઓ. જાણવા માટે અહિયાં ક્લિક કરો.

શું તમે જાણો છો કયા પડખે રાત્રે સુવા થી ફાયદો થય છે. મોટા ભાગ ના લોકો નથી જાણતા કે ડાબા પડખે સુવા થી અઢળક ફાયદાઓ થય છે. આખી રાત્ર દરમિયાન એક જ પડખે સૂવું શક્ય નથી. પરંતુ જો તમે 75 ટકા પણ ડાબા પડખે ઊંઘશો તો એ તમારા સ્વાસ્થય માટે ખૂબ લાભકારી સાબિત થશે. આપના ઋષિ મુનિ ઑ પણ કહી ને ગયા છે કે “ચત્તા સુવે એ રોગી, ઊંધો સુવે એ ભોગી, જમણે સુવે એ જોગી અને ડાબે સુવે એ નીરોગી. તો ચાલો જાણીએ ડાબા પડખે સુવા ના ફાયદા.

હર્દય રોગ માં ફાયદો

ડાબી બાજુ સુવાથી હદય પર દબાણ નથી પડતું. એટલા માટે હર્દય ની કાર્યશૈલી હમેશા સારી રહે છે અને સ્વાસ્થય માટે ડાબી બાજુ સૂવું ખૂબ સારું ગણાય છે. ડાબી બાજુ સૂવું એ હ્રદય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી રક્ત નું પરિભ્રમણ પણ ખૂબ સારી રીતે થય છે.

ભોજન પચાવ માં રાહત મળે છે

ડાબા પડખે સુવાથી ભોજન નાના આંતરડા માંથી મોટા આંતરડા માં સરળતાથી જાય છે. જેનાથી ભોજન સરળતા થી પછી જે છે. તેમજ તેને પર્યાપ્ત પાચક રસ પણ મળી રહે છે.

કિડને માટે પણ ફાયદાકારક

આપણા શરીરમાંથી ગંદકી નિકાળવાનું સૌથી વધુ કાર્ય લીવર અને કિડનીઓનું જ છે. એટલા માટે સૂતી વખતે તેના પર વધુ પ્રેશર નાખવું ન જોઇએ.

અપચો પણ દૂર કરે છે

જો તમને પાચન સંબધી સમસ્યાથી પરેશાન છો તો ડાબી બાજુ સૂવું જોઈએ. તેનાથી ગુરુત્વાક્ષન ના લીધે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડા માં સહેલાઈ થી ચાલ્યો જે છે. તેનાથી સવારે સંડાસ પણ સહેલાઈ થી ઉતરી જે છે અને પેટ સાફ રહે છે.

પેટ ને લગતી બીમારી થતી નથી

ડાબા પડખે સુવા થી શરીર નું પાચન તંત્ર સારું રહે છે અને જો પેટ સાફ રહે તો મોટા ભાગ ની બીમારીઑ થતી નથી.

એસિડિટી થી રાહત રહે છે

જો રોજ સવારે ઉઠ્ય બાદ તમને એસિડિટી રહે છે તો સમજો કે તમે ખોટી પોઝિશનમાં સૂતા હતા. પરંતુ જો તમે ડાબા પડખે ઉંઘશો તો જે પેટનો એસિડ હશે, તે ઉપરના બદલે નીચે તરફ જશે, જેનાથી એસિડિટી અને છાતીમાં બળતરા થશે નહી.

કમર ના દુખાવા થી રાહત

ડાબા પડખે સુવાથી કમર, પીઠ અને કરોરરજ્જુ પર વધુ દબાણ નથી આવતું, તેમજ પીઠની માસપેશીઓ ને પણ આરામ મળી રહે છે. જેનાથી કમર નો દુખવાઓ રહેતો નથી અને ગાઢ અને લાંબી ઊંઘ આવે છે.

ગર્ભાવસ્થા માટે બેસ્ટ

આયુર્વેદ શાસ્ત્ર માં પણ જાણવા માં આવ્યું છે કે જો કોઈ ગર્ભવતી માહિત ડાબા પડખે ફરી ને સુવે છે તો તેના કારણે તેના બાળકને ગર્ભ ની અંદર યોગ્ય રીતે વિકાસ થવા ની સંભાવના વધી જાય છે. સાથે સાથે પેટ ની અંદર રહેલા બાળક તથા મોટા ના સ્વાસ્થય ઉપર તેની સારી અસર રહે છે.

 

તો આ હતા ડાબા પડખે સુવા ના અઢળક ફાયદાઓ. મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક અને ફોલો કરો.

Leave a Comment