એવું તે શું થયું કે ફ્રાન્સ ના પ્રધાનમંત્રીને લોકો અન્ડરગાર્મેન્ટ્સ મોકલી રહ્યા છે, જાણો શું છે સમગ્ર મામલો

અત્યારે કોરોના ની કપરી પરિસ્થિતી માં લોકો એટલા હેરાન-પરેશાન થયા છે કે વાત જ ના પૂછો. મિત્રો અત્યારે ફક્ત ભારત માજ નહીં દુનિયા ભર માં કોરોના ની મહામારી છે. આ કોરોના ની મહામારી માં ઘણા દેશો એ લોકડાઉન નો સહારો લીધો છે.

આમજ, કોરોના થી પરેશાન થઈ ફ્રાંસ માં પ્રધાનમંત્રીએ પણ જાહેર કર્યું લોકડાઉન. ફ્રાંસ માં ફક્ત લોકો ને બહાર નીકળવા પર જ નહીં પણ જરૂરિયાત નો સમાન લેવા જવા માં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારના આદેશ પર ન માત્ર લોકોના બહાર નીકળવા પર અને ભીડ પર રોક લગાવવામાં આવી છે, પરંતુ જરૂરી સામાનને છોડીને તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે.

આ મહામારી માં ફ્રાંસ ના લોકો તેના વડાપ્રધાન જીન કેસ્ટેક્સના ઓફિસ પર અન્ડરગાર્મેન્ટ્સ મોકલી રહ્યા છે.  લોકો ના આવા વ્યવહાર થી જીન ખૂબ પરેશાન છે.

કેમ ફ્રાંસ ના લોકો PM ને અંડરગારમેન્ટ્સ મોકલી રીયા છે?

આ અન્ડરવેર તેમને લોન્જરી સ્ટોરના માલિક મોકલી રહ્યા છે, જેના આઉટલેટને મહામારીના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી તસ્વીરો શેર કરવામાં આવી છે, જેમાં ફ્રાંસિસી પીએમને ચિઠ્ઠી લખી મહિલાઓની અન્ડરવેર મળી રહી છે. આ ચિઠ્ઠીમાં પીએમને દુકાનો અને આઉટલેટ્સ ખોલવાની માંગ કરવામાં આવી રહી છે.

આ કૃત્ય પાછળ છે ફ્રાંસ ના લોન્જરી સ્ટોર ના માલિકો અને વેપારીઓ. હકીકત માં જ્યારે ફ્રાંસ ના પ્રધાનમંત્રી એ આવશ્યક ચીજ વસ્તુઓ ની દુકાનો લોકડાઉન સમયે ચાલુ રહેશે તેવા સમાચાર આપ્યા ત્યારે લોકો અને દુકાનદારો બહુ ખુશ હતા. પરંતુ ત્યારે લોન્જરી સ્ટોર ના માલિકો ને ખબર પડી કે બ્રાન્ડેડ કપડાં અને લોન્જરી સ્ટોર ને જરૂરિયાત ની ચીજવસ્તુ માં સામેલ કર્યા નથી ત્યારે તેમણે ધ્રાસકો પડી ગયો હતો.

તમને જણાવી દઈએ કે ફ્રાંસ ની રાજધાની પેરિસ એ દુનિયા નું ફેશનહબ માનવા માં આવે છે. કોઈ પણ ફેશન ની શરૂઆત પેરિસ માંથીજ થય છે અને તેને લગતી તમામ વસ્તુ ઑ પણ ત્યાંજ મળે છે. એમ માનીએ તો ચાલીયે કે ફ્રાંસ ના 50% લોકો ની આજીવિકા ફેશન પર જ ચાલી રહી છે આવ્યા માં જ્યારે પ્રધાનમંત્રી એ લોકડાઉન દરમ્યાન લોન્જરી સ્ટોર ખુલ્લા નહીં રહી રહે તેવા સમાચાર માં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

પેરિસ ના તમામ લોન્જરી સ્ટોર ના માલિક અને તેને લગતા તમામ લોકો ફ્રાંસ ના પ્રધાનમંત્રી ને અન્ડરગારમેન્ટ્સ મોકલી રહ્યા છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર લગભગ 200 થી 250 જેટલી બ્રા અને પેન્ટિસ PM હાઉસ માં પોહનચી ચૂકી છે.

પત્ર સાથે લોકો અન્ડરવેર મોકવી કરી રહ્યા છે

દરેક પેકેજની સાથે ક્યૂલોટી સંસ્થાએ પીએમ જીન કેસ્ટેક્સને લોકડાઉનના નિયમો પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે. જેમાં લખ્યું છે કે તે સાચું છે કે આપણે બધા જરૂરી છે, વડા પ્રધાન. નાના અને સ્થાનિક વ્યવસાયો મૂલ્યવાન છે. તેઓ સ્થાનિક અર્થતંત્રમાં ફાળો આપે છે અને આપણા સમુદાયોને જીવન આપે છે. જે બાદ સ્થાનિક લોકો પણ આ ઉદ્યોગપતિઓના સમર્થનમાં આવી ગયા છે.

મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવીજ  અવનવી માહિતી માટે અમારા પેજ “ગુજરાતી ડાયરો” લાઇક કરવાનું ભૂલતા નહીં.