શું હકીકત છે જેઠાલાલ અને તારક મહેતા ના ઝઘડા ની.

ભારત નો એક એવો શો કે જે હમેશા લોકો નો પ્રિય રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 2008 થી tv શીનેમાં પર આવી રહ્યો છે. જે હાલ પણ ટોપ પર જ છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે તારક મહેતાના લીડ કેરેક્ટર જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે ઝઘડો થઇ ગયો છે, કોઈ મુદ્દા પર અસલી જિંદગીમાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે. હવે આ બાબતે સિરિયલના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ મૌન તોડ્યું છે.

તારક મહેતા એટલે શૈલેષ લોઢા, શૈલેષ લોઢા એ એક વાતચિત માં કહ્યું કે જેઠાલાલ સાથે તેમનો કોઈ ઝઘડો થયો નથી. આ બસ એક અફવા થી વિશેષ નથી. તેમણે એમ પણ જણાવ્યું કે અમે શો પર જ નહીં પણ અસલ જિંદગી માં પણ સારા એવા મિત્રો છીએ. વધુ માં શૈલેશજી નું કહવું છે કે સેટ પર બીજા કલાકારો અમને બેસ્ટ મિત્રો કહી નેજ બોલાવે છે

જ્યારે શૈલેશજી ને પૂછવા માં આવ્યું કે તમારા દિલીપ જોશી (જેઠાલાલ) સાથે અંગત કેવા સબંધો છે, ત્યારે તેમણે કહ્યું કે જેમ શો માં દરેક બાબતે જેઠાલાલ મદદ માટે તારક મહેતા ને યાદ કરે છે એજ રીતે અંગત જીવન માં પણ અમે ખૂબ સારા મિત્રો છીએ. વધુ માં શૈલેષ લોઢાં નું કહવું છે કે અત્યાર સુધી માં તેઓ ક્યારેય ઝઘડા નથી. બસ આ ઝઘડા ની વાત ફક્ત અફવા છે. એટલુંજ નહીં શૂટિંગ બાદ પણ અમે બંને સાથે જ હોઈએ છીએ. શૈલેષ લોઢાએ આગળ કહ્યું કે દિલીપ જોશી તેનાથી ઉંમરમાં મોટા છે અને તે તેનું સન્માન કરે છે. બંને વચ્ચે એવી કેમિસ્ટ્રી છે કે ઘણી વખતે સ્ક્રિપ્ટની જરૂરત પણ નથી પડતી.

શૈલેષ લોઢાં એ વધુ જણાવતા કહ્યું કે ફક્ત તેવોજ નહીં પરંતુ તેવોનાં પરિવાર પણ એક બીજા સાથે રહે છે. દિલીપ જોશી ઉમર માં મારા થી મોટા છે અને હું એમનું સન્માન પણ કરું છું.

આ અફવા વિશે દિલીપ જોશી એ કોઈ ટિપ્પણી આપી નથી. તો જોવા નું રહ્યું કે દિલીપ જોશી આ ઘટના અંગે શું નિવેદન આપે છે.

અમારી દરેક પોસ્ટ ની અપડેટ માટે આ પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

 

Leave a Comment